- હરિજયોત જૈન ઉપાશ્રયમાં 150 થી વધુ શ્રાવક-શ્રાવિકોના આયંબિલ
જૈન ધર્મમાં આયંબીલનું ખુબ મહત્વ છે ત્યારે 10 વર્ષથી સ્ત્રી સંચાલિત હરિજયોત ઉપાશ્રયમાં અનેક સંતકાર્યો થાય છે. ત્યારે ત્યાં શ્રાવક-શ્રાવિકોના આયંબિલ કરવામાં આવે છે. સંસ્થામાં અત્યારે 1પ0 થી વધુ શ્રાવક-શ્રાવિકો આયંબિલ કરાય છે. 10 વર્ષથી આયંબિલ કરાવાય છે. અને વિહાર સેવા, વયાવજ ગ્રુપ, આયંબિલ માટે સાધુ-સાઘ્વીનું ગ્રુપ, જૈન શાળા, મહિલા મંડળ જેવા અનેક સંતકાર્યો પણ થાય છે.
આયંબિલ કરવાથી શરીર સ્વસ્થ રહે: સુનિતાબાઇ મહાસતીજી
અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જૈન શાસનની અંદર આગમની અંદર અનેક દ્રષ્ટાંતો છે. જે ઇતિહાસના પાને અમર થઇ ગયા. આયંબિલ કરવાથી શરીરમાં તેલ, મસાલા વારા પદાર્થ ન જાય, ચરબી ન થાય નહિ શરીર વધે નહિ એટલે વ્યકિત બિમાર ના પડે, આયંબિલ કરવાથી વ્યકિત પોતાની જાત, જગત પતિને ખુશ કરી શકે છે. તપ કરવાથી શરીર સ્વસ્થ રહે એટલે પોતાની જાત સારી રહે છે અને તપ કરવાથી જગતના તમામ જીવોને અભયદાન મળે છે. એટલે જગત પણ ખુશ રહે છે. અને જગત પતિ પણ ખુશ થાય છે. આયંબિલ કરનારને જૈન શાસનની અંદર તેની ખુબ ખુબ અનુમોદના કરીએ.
અહીં બધા છેલ્લા 10 વર્ષથી પારિવારિક મહોલમાં આયંબિલ કરે છે: રૂપા મહેતા
અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ સંસ્થા સ્ત્રી સંચાલિત છે. સ્વ સંચાલિત છે. આ 10 વર્ષથી અમારા ગાદીપદી ગીરીશમુનીના મિશ્રામાં 10 વર્ષથી આયંબિલ ઓળી કરાવે છે. મંડળ નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે. અમારા મંડળમાં વિહાર સેવા, વયાવજ ગ્રુપ, આયંબિલ માટે સાધુ-સાઘ્વીનું ગ્રુપ, જૈન શાળા, મહિલા મંડળ ચાલે છે. આજે આયંબિલનો પમો દિવસ છે. દરરોજ રપ0 થી વધુ લોકોની આયંબિલ થાય છે. બધા પારિવારિક મહોલમાં આયંબિલ કરે છે અને નિસ્વાર્થ ભાવે સેવા આપે છે.