નોટબંધી બાદ ૧પ૦ કરોડની કિંમતની મીલ્કતો ખરીદી હોવાનું સામે આવ્યું હતું
આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી એક મહતવપૂર્ણ કામગીરીમાં તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ‘અમ્મા’ જયલલીતાના અનુગામી વિ.કે. શશીકલાની હોવાનો આયકર વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યુ હતું.નવે. ૨૦૧૬માં નોટબંધી બાદ પ૦૦ અને ૧૦૦૦ ની નોટોનો વહીવટ અમાન્ય ગણાવ્યાની જાહેરાત બાદ કોઇમ્બતુરમુ પોંડચરી અને ચેન્નાઇ ની નવ મિલકતો આવકવેરા વિભાગના ઓબઝવેશનમાં આવી હતી. સરકારે નોટબંધી બાદ તુરંત જ બેંક સંપતિઓ પર તવાઇની જાહેરાત કરી હતી. શશીકલાએ નોટબંધી દરમિયાન ૧પ૦૦ કરોડ રૂપિયાની મિલ્કતો ખરીદી હોવાનું બહાર આવ્યું હતું.
સરકાર દ્વારા લાંબાગાળાની તપાસ બાદ ખોટી ઓળખ દ્વારા કરવામાં આવેલી ખરીદીનો ભોંડો ફુટીયો હતો. શશીકલાએ ૧૫૦૦ કરોડ રૂ. ની પ્રતિબંધિત નોટોથી આ બેનામી સંપતિઓ ખરીદી હોવાનું ખુલ્યું હતું.
અધિકારી સુત્રાએ જણાવ્યું હતું કે મિલ્કત ખરીદીમાં ગેરરીતી હોવાનું બહાર આવતા કલમ ર૪ (૩) બેનામી મીલકત વિનીયમ એકટ ૧૯૮૮ પ્રતિબંધક ધારા અન્વયે કેસ કરવામાં આવ્યો છે. આ કાયદો મોદી સરકારે નવે. ૨૦૧૬ માં અમલમાં મુકયો હતો. આ તમામ નવ મિલ્કતોના સોદા રોકડ અને સામ સામે પક્ષ દ્વારા કરવામાં આવેલા એમ.ઓ.યુ. થી પાર પાડવામાં આવ્યા હતા. ૨૦૧૭ માં આયકર વિભાગે શશીકલા સહીતના કેટલાક મોટા માથાના ઘર પર રેડ કરી હતી. અને આ રેડ દરમિયાન મોટી સંખ્યામાં મિલકતોના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. અને શશીકલાને આ અંગે પુછપરછ પણ કરવામાં આવી હતી.
એ.આઇ.ડી.એમ.કે. નો સુપ્રીમો જયલલીતાઅના નિધન બાદ ડિસે. ૨૦૧૬ માં શશીકલાને જયલલીતાના અનુગામી ઘોષિત કરવામાં આવ્યા હતા. પરંતુ પાછળથી પક્ષ દ્વારા શશીકલાને હટાવીને કો પલ્લની સ્વામીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. અને શશીકલા ના ભાગમાં જેલયોગ આવ્યો હતો. શશીકલા અગાઉ જેલમાં વી.આઇ.પી. સુવિધાઓ ભોગવવાના મુદ્દે પણ વિવાદમાં આવ્યા હતા. શશીકલાના ભાઇએ રાજકીય પક્ષ ઉભો કરી દેશના રાજકારણીઓનું ઘ્યાન પોતાની તરફ આકર્ષયુ હતું. શશીકલા પર આવકવેરા વિભાગની ઘોષ અને નવ મિલ્કતો ટાંચમાં લેવાની ધટનાએ દેશનો રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.
ચેન્નઇ, પોંડીચરી અને કોઇમ્બતુરમાં નવે. ૨૦૧૬ ની નોટબંધી બાદ તુરંત જ આ મિલકતોની ખરીદી કરવામાં આવી હતી. જેમાં પ૦૦ થી ૧૦૦૦ની નોટ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે વિનિયમ કાનુની રીતે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારની બીજી ઇનીંગ શરુ થાય તે પૂર્વે ચુંટણી ઢંઢેરોમાં ભાજપે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીએ દેશના આર્થિક ગુનેહગારો પર તવાઇ લાવવાના નિર્દેશો આપ્યા હતા. કરચોરો દ્વારા વિદેશી બેંકમાં નાણા છુપાવવાથી લઇને ભ્રષ્ટાચાર, ગીરરીતીઓ અને સંપતિઓમાઁં રોકાયેલ કાળા ધનની એક એક પાઇ બહાર લાવવાની કવાયતના ભાગરુપે બેનામી સંપતિઓની શોધખોળ શરુ કરી હતી. જેમાં મુંબઇમાં ડી ગેંગની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તામિલનાડુના ‘અમ્મા’ જયલલીતાના ઉત્તરાધિકારી શશીકલા ના નોટબંધીના આ વ્યવહારોની તપાસ બાદ નવ મિલ્કતો ટાંચમાં લેવાની આ ગતી વિધીઓએ કરચોરોમાં ફફડાટ ફેલાવ્યો છે.