મુંબઈનું રીધમ ઓફ ઈન્ડિયા ઓરકેસ્ટ્રા ખેલૈયાઓને નગનાટ કરાવશે: સૌરાષ્ટ્રભરમાંથી ખેલૈયાઓ ઉમટી પડશે: આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ખેલૈયાઓમાં નગનાટનું કાઉન્ટ ડાઉન્ટ શરૂ થઈ ગયું છે ત્યારે નવરાત્રીને વધાવવા આર્યા હોલીડેસ દ્વારા વેલકમ નવરાત્રી-૨૦૧૯નું ૨૭ સપ્ટેમ્બરના શુક્રવારે સાંજે ૭ વાગ્યે ભવ્ય આયોજન કર્યું છે. જેમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને પ્રખ્યાત ગાયક કલાકારો ખેલૈયાને મનમુકીને ગરબાના તાલે ઝૂમાવશે. રીધમ ઓફ ઈન્ડિયાના સવારે મુંબઈના સુપ્રસિધ્ધ કલાકારો ખેલૈયાઓને ઝુમાવશે. આધુનિક સાઉન્ડ સીસ્ટમ, લાખેણા ઈનામોની વણઝાર અને આ પારિવારીક કાર્યક્રમમાં સિક્યુરીટી અને સીસીટીવીની સુવિધા રહેશે. આ કાર્યક્રમમાં ગોંડલ, મોરબી, જામનગર સહિતની ખેલૈયાઓ રમવા માટે આવશે. આ તકે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી.
આર્યા હોલીડેસ દ્વારા સતત પાંચમાં વર્ષે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૭ સપ્ટેમ્બરે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રાજકોટના ટોપ પ્રિન્સ-પ્રિન્સેસ એક જ ગ્રાઉન્હમાં ઝૂમી ઉઠમશે. આ કાર્યક્રમમાં એન્કરિંગ જીમીભાઈ અડવાણી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ આરસીસી ડેન પર નિતીનભાઈ નવાણીના સહયોગી કરવામાં આવશે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મોહનભાઈ કુંડારીયા (સાંસદ), જયેશભાઈ રાદડિયા (મંત્રી), બીનાબેન આચાર્ય (મેયર, રાજકોટ), યોગેશભાઈ પુજારા (પુજારા ટેલિકોમ), ધર્મેશભાઈ પટેલ (હેમા ફોર્સ સરદાર બાયોકેમ ઈન્ડસ્ટ્રીઝ), મૌલેશભાઈ ઉકાણી (બાનલેબ), ધનસુખભાઈ ભંડેરી (ગુજરાત ફાયનાન્સ બોર્ડ, ચેરમેન), નિતીનભાઈ ભારદ્વાજ (પૂર્વ પ્રમુખ શહેર ભાજપ), કમલેશભાઈ મિરાણી (પ્રમુખ શહેર ભાજપ), ઉદયભાઈ કાનગઢ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, રાજકોટ), કાશ્મીરાબેન નવાણી (મહિલા ભાજપ અગ્રણી), રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા (મહિલા કરણી સેના પ્રમુખ), નિતીનભાઈ નવાણી, વિજયભાઈ વાંક (કોર્પોરેટર વોર્ડ નં.૧૨), હિતેશભાઈ બગડાઈ (હિતરાજ ડેવલોપર્સ), આશિષભાઈ વાગડીયા (હિતરાજ ડેવલોપર્સ), મનોહરસિંહ જાડેજા (ડીસીપી રાજકોટ શહેર), ડો.અમિત હાપાણી (પ્રગતિ હોસ્પિટલ), લલિતભાઈ વી.લખતરીયા (એડવોકેટ), રમેશભાઈ રાવરાણી (અગ્રણી), રાજુભાઈ પટેલ (ઉદ્યોગપતિ), સતુભા અનિરુધ્ધસિંહ જાડેજા (રીબડા), રાજદીપસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા (રીબડા), અર્જૂનસિંહ રાણા (સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ) આ કાર્યક્રમમાં શહેરના તમામ મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્તિ રહેશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજકો તરીકે પ્રકાશ રાવણાણી, સંદિપ લખતરીયા અને સની કોટેચા છે. તેમજ આયોજક કમીટીમાં હેમેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઈ), જય મેહુલ બોરીચા, વિપુલભાઈ રાઠોડ, જયેશ રાવરાણી, રવિ ગોંડલીયા, અર્જુન બાલા, વીકી પુજારા, નિલેશ વાઘેલા, સન્ની લખતરિયા, ડી.જે.મનીષ ડોડીયા, કેતન લખતરિયા, શિવરાજ ચૌહાણ, ભરત ટીડાણી, રાજ મકવાણા, આશિષ પાઈજા, મનીષ પટેલ, મોહન ઠાકુર, રવિભાઈ સોજીત્રા, જયદીપ લોકડ, રાજુ કીકાણી, પિન્ટુ ભગત, વીકી સોલંકી, દીપેન પારેખ, ઘનશ્યામ કાચા, પ્રશાંત ભાખોડીયા, નૈનેશ વાઘેલા, જયેશ સાટિયા, ભાવિન ધાનક, સાવન ચૌહાણ, હાર્દિક ગોરવાડીયા અને ભાવેશ વસોયા છે.