પુરુષોમાં શુક્રાણુની કમીને દૂર કરવી એ હવે સામાન્ય ઇલાજ બન્યો છે.ત્યારે આશ્ર્ચર્ય જનક રીતે વર્તમાન સમયની જીવનશૈલી અને ખોરાકનાં લીધે પુરુષોમાં આ સમસ્યા વધતી જોવા મળી છે. પરંતુ આ સમસ્યાને દૂર કરવા કેટલીક કાળજી અને ઘરગથ્થુ ઉપચારની જરુર છે તો આવો જોઇએ કે કઇ રીતે પુરુષોમાં વધતી આ સમસ્યાને દૂર કરી શકાય….!

– ધ્રુમ્રપાન અને આલ્કોહલને છોડો :

ધ્રુમ્રપાન અને આલ્કોહોલને છોડવાથી ઇનફર્ટાલિટીની શક્યતાઓને પણ ઓછી કરે છે તમાકુ અને આલ્કોહોલમાં રહેલાં તત્વો પુરુષોનાં સ્પર્મ કાઉન્ટને નુકશાન પહોંચાડે છે આ પ્રકારની આદતોથી તમારા સ્પર્મની ક્વોલીટી અને સ્ટ્રક્ચરને હાનીકારક રહે છે.

– તણાવને દૂર કરો : 

સ્ટ્રેસથી સ્પર્મ કાઉન્ટ ઓછા થાય છે જે જોખમરુમ સાબિત થાય છે. જેને દૂર કરવા યોગ, ધ્યાન અને ઉંડા શ્ર્વાસ લેવા જોઇએ. અમુક ઘરનામાં શાંત મ્યુઝીક પણ મદદરુપ થઇ શકે છે.

– વેઇટ લીફ્ટીંગ અમુક ક્ષમતા સુધી કરવું :

વેઇટ લીંફ્ટીંગએ આધુનિક યુગની દેન છે જેમાં અનેક પરુષો આગળ પડતા સાબિત થયા છે. જે સ્પર્મના કેન્દ્રિકરણ માટે સારુ છે. પરંતુ તેને અતિરેક નુકશાનકારક હોય છે.

– સ્વાસ્થ્ય વર્ધક ખોરાક લેવો :

તમારો ખોરાક મહત્વની અસર કરે છે તમારા સ્પર્મ કાઉન્ટને ન્યુટીશીપશ ફુડ, ફળ, સુકોમેવો, શાકભાજી દરેક વસ્તુ તમારા સ્પર્મની ક્વોલીટીને વધારે છે વિટામિન સી એન્ડ ઇ પુરુષો માટે ખૂબ જ જરુરી હોય છે.

– પૂરતીં ઉંઘ લ્યો :

દિવસનાં સાતથી આઠ કલાકની પૂરતી ઉંઘ લેવી એ અનિવાર્ય હોય છે જે તણાવને દૂર કરવાની સાથે સીસ્ટમને પણ ફાયદો કરે છે. અનિંદ્રા તમારા સ્પર્મને બનતા અટકાવે છે.

– નિષ્ણાંતની સલાહ લેવી :

જો ઉપર દર્શાવેલ એક પણ ઉપાય કારડાત સાબિત ન થાય તો એ એક ગંભીર સમસ્યામાં પરિણમે છે. અને એટલે જ કોઇ નિષ્ણાંત સાથે ખુલ્લામને શુક્રાણુઓની કમી વિશે વાત કરી યોગ્ય ઉપચાર કરાવવો એ જ ઉત્તમ માર્ગ સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.