ઢોલીવુડના છેલ્લા કેટલાક સમયમાં ‘ચાલ જીવી લઇએ’ફિલ્મ બોલીવુડની ફિલ્મોની લગોલગ રેકોર્ડ બનાવ્યો છે ત્યારે આ ફિલ્મની મુખ્ય ફીમેલ સ્ટાર આરોહી પટેલ તેની આવનારી ફિલ્મોને લઇ ખુબ જ ઉત્સાહી છે. આ રોહીની મોન્ટુની બીટુ ફિલ્મ ટુંક સમયમાં જ રુપેરી પડદે આવી રહી છે. આ ઉપરાંત આવનાર વર્ષ દરમિયાન આરોહીની લવની લવસ્ટોર, ધુનકી, ગુજરાત ૧૧, ચાસણી, ૪૭ ધનસુખ ભવન, ર૪ કેરેટ પિત્તળ અને મચ્છુ ફિલ્મ આવી રહી છે.
આ ફિલ્મો અંગે વાત કરતા આરોહી એ જણાવ્યું કે, આ ફિલ્મોને લઇને હું ખુબ જ ઉત્સાહી તેમજ આશાવાદી છું આ દરેક ફિલ્મોની સ્ટોરી ખુબ જ રસપ્રદ છે. મારી આ બધી ફિલ્મો આવનાર છ મહિનામાં રુપેરી પડદે આવશે. મારી ફિલ્મ ચાલ જીવી લઇએ ને જે રીતે ઓડીયન્સ ખુબ જ સારો પ્રતિસાદ આપ્યો તેવી જ રીતે આ ફિલ્મોને પણ દર્શકો પસંદ કરશે. મારી અપકમીંગ ફિલ્મોમાં જુદા જુદા વિષયો પર આધારી ફિલ્મો બની છે ખાસ કરીને મચ્છુ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે અને હું માનું છું કે આ ફિલ્મ દર્શકોને સિનેમાધર સુધી ખેંચી લાવશે. આવનારી ફિલ્મો ચાલ જીવી લઇએની જેમ મને સફળતા જરૂર અપાવશે. મારી ટીમનું હાર્ડ વર્ક અને મારા ફિલ્મ મેકર તથા ઓડિયન્સ ઉપર મને પૂરો ભરોસો છે.