દેશની ત્રીજી સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક એક્સિસ બેન્કે નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટરમાં રૂ.2,189 કરોડની ખોટ કરી છે. ગયા નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટરમાં બેન્કે રૂ.1225 કરોડનો નફો કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કનો નફો 25 ટકા વધીને રૂ.726 કરોડ થયો હતો. ચોથા ક્વાર્ટર દરમિયાન બેન્કની પ્રોવિજનિંગ રૂ.2,581.25 કરોડથી વધીને રૂ.7179.53 કરોડ થઇ ગઇ છે. ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે એક્સિસ બેન્કની ચોખ્ખી વ્યાજની આવક ફલેટ રૂ.4,730 કરોડ રહી હતી, જે અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.4,728.60 કરોડ હતી.

ચોથા ક્વાર્ટરમાં બેન્કના ગ્રોસ એનપીએ કુલ લોનના 6.77 ટકા વધીને રૂ.34,248.64 કરોડ થઇ હતી. ત્રીજા ક્વાર્ટરમાં એટલે કે ડિસેમ્બર 2017ના અંત સુધીમાં ગ્રોસ એનપીએ વધીને 5.28 ટકા થઇ હતી. નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટરમાં આ તે લોનના 5.04 ટકા હતી.

ચોથા ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે નેટ એનપીએ 41 ટકા વધીને રૂ.16,591.71 કરોડ થઇ છે. તે કુલ લોનના 3.4 ટકા છે. ડિસેમ્બર 2017ના અંતમાં તે કુલ લોનના 2.58 ટકા હતી. જ્યારે માર્ચ 2017 સુધી આ કુલ લોનના 2.11 ટકા હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.