મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવણી નિમિતે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ
સમસ્ત જૈન સમાજ અને જૈન વિઝન સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક અંતર્ગત બે દિવસ માટે આવો રે આવો મહાવીર નામ લઈએ શીર્ષક હેઠળ ભક્તિ સંગીત તેમજ કસુંબીનો રંગ લોક ડાયરા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ બંને કાર્યક્રમો રેસ્કોર્સમાં આવેલા બાલ ભવન ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું હતુ.
સામાજિક સંસ્થા જૈન વિઝન તેની સ્થાપના નું દશાબ્દિ વર્ષ ઉજવી રહી છે ત્યારે આ બંને કાર્યક્રમની સફળતા માટે આયોજકો ઉત્સુક છે.
આવો રે આવો મહાવીર નામ લઈએ ભક્તિ સંગીતના કાર્યક્રમમાં સુરતના અંકુર શાહ અને રાજકોટના નિધિ ધોળકિયા તથા સાથીઓ પોતાના કંઠનો સંગીતના સૂર લેવાવ્યા હતા.
બાલભવનના ઓડિટોરિયમમાં કસુંબલ ડાયરામાં ગુજરાતના પ્રખ્યાત લોક કલાકારો આજે સાંજે પોતાની કલા પીરસશે.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પડે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તથા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના પ્રમુખ સ્થાને મેયર ડો. પ્રદીપભાઈ ડવ તથા અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણ, જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ભાજપના અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી દેવાંગભાઈ માંકડ, ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ ઠાકોર અને કિશોરભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જૈનવિઝનના સંયોજક મિલન કોઠારીના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે યોજાનારા કસુંબીનો રંગ લોક ડાયરામાં ગુજરાતના ખ્યાતનામ લોક કલાકારો અભેસિંહ રાઠોડ, દીપક જોશી અને રાધાબેન વ્યાસ વગેરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીત અને ભજનો સરવાણી વહી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર માટે એક લકી ડ્રો નું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સુવર્ણ મુદ્રા અને ચાંદીની ગીની તેમજ નાના બાળકોને સાયકલ જેવા આકર્ષક અને ભવ્ય ઇનામ આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર આયોજનમાં સ્વ સુગંધાબેન ઓમકારમલજી જૈન પરિવાર ઉપરાંત માતૃશ્રી ઇન્દિરાબેન અનંતરાય કામદાર, સર્યુંબેન ચંદ્રકાન્તભાઈ શેઠ, ભાવનાબેન હસમુખભાઈ શાહ અને સ્વ. ચંપાબેન દલીચંદભાઈ શેઠ પરિવાર ઉપરાંત સ્વ માતૃશ્રી ભારતીબેન ભુપતલાલ લાઠીયા, માટલીયા સ્ટોક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ, માતૃશ્રી કંચનબેન રમણીકભાઈ શેઠ અને મૃદુલાબેન નવીનચંદ્ર શેઠ નો વિષય સહયોગ પ્રાપ્ત થયો છે.
જૈન વિઝન સંસ્થાને જ્યોતિન્દ્રભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, અમીનેશભાઈ રૂપાણી, હરેશભાઈ વોરા,જીતુભાઈ ચાવડા, પ્રવીણભાઈ કોઠારી, દિનેશભાઈ પારેખ, વિપુલભાઈ દોશી, પંકજભાઈ કોઠારી, પ્રફુલભાઈ ધામી, મહેશભાઈ મણીયાર અને શૈલેષભાઈ માઉનો સહયોગથી કરવામાં આવ્યું છે.
જૈન વિઝન સંસ્થાના કાયમી સહયોગીમાં માતૃશ્રી રમીલાબેન હરકિશનભાઈ બેનાણી, માતૃશ્રી અનસુયાબેન છબીલદાસ શાહ ,ગિરીશભાઈ પ્રાણલાલ ખારા , હીરાબેન છોટાલાલ શાહ પરિવાર જયકાંતભાઈ વાધર, બિલ્ડર જેનીશભાઈ અજમેરા અને મોર્ડનના મુકેશભાઈ દોશી વગેરે નો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.