કાયમી સરનામુ ન હોવાના કારણે લાખો લોકો આધારના લાભથી વંચિત
જે લોકો ઘર વિહોણા હોય તે લોકોને આધાર સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કેવી રીતે મળી શકે તેવો પ્રશ્ર્ન વડી અદાલતને ઉઠાવ્યો છે.
ઘરવિહોણા પાસે કાયમી સરનામુ ન હોય તે મને કઈ રીતે આધારનો લાભ મળે તે અંગે ખુલાસો કરવા નિર્દેશ અપાયો છે.જસ્ટીસ મદન બી.લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે કહ્યું હતું કે, લાખો ઘરવિહોણા લોકોને સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો નથી.
સરકારે યોજનાઓ માટે આધાર ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. ઘર વિહોણાઓ પાસે કાયમી સરનામુ ન હોવાથી આધાર મળતુ નથી. સરકારને વડી અદાલતને કરેલા ધારદાર સવાલો બાદ આ મુદ્દે ચર્ચા શ‚ થઈ છે.
એડિશ્નલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ આ મામલે વડી અદાલત સમક્ષ સમય માંગ્યો છે. આ મુદ્દે યુડીએઆઈ સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે. તેમણે દલિલ કરી હતી કે, ઘણા શહેરી ઘર વિહોણા લોકો પાસે ગ્રામ્ય વિસ્તારનું કાયમી એડ્રેસ હોય છે. ગામડેથી શહેરમાં આવ્યા બાદ તેઓ કાયમી એડ્રેસ પર રહેતા નથી.
શહેરી વિસ્તારોમાં સેલ્ટર હોમ મામલે સુનાવણી દરમિયાન વડી અદાલતે સરકારને આધાર મામલે જવાબ માંગ્યો હતો. કોર્ટે દરેક રાજયોમાં કમીટી ઘડવાનો નિર્ણય લીધો છે. આ કમીટી સેલ્ટર હોમની મુલાકાત લેશે. પીઆઈએલમાં સેલ્ટર હોમની સંખ્યા ખૂબજ ઓછી હોવાથી ઘર વિહોણાને મુશ્કેલી પડતી હોવાની દલીલ થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૧ના વસ્તી ગણતરીના આંકડા મુજબ દેશમાં ૧૭,૭૩,૦૪૦ લોકો ઘર વિહોણા છે. જેમાં ૫૨.૯ ટકા શહેરી વિસ્તારોમાં અને ૪૭.૧ ટકા ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે.
સરકાર આધારને સ્વીકૃત કરવા ઉંધા માથે
આધારના ડેટા લીક થયા બાદ લોકોનો આધાર પ્રત્યે વિશ્ર્વાસ ઓછો થઈ રહ્યો છે. માટે સરકાર આધારને સ્વીકૃત બનાવવા માટે ઉંધામાથે થઈ છે.
યુનિક આઈડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ નવી ટુલેયર સેફટી સીસ્ટમ-વર્ચ્યુઅલ આઈડી બનાવવા માટે લીમીટેડ કેવાયસીની જાહેરાત કરી છે. આ બન્ને ઉપાયોના આધારે યુઝર્સની પ્રાયવસી વધુ મજબૂત બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
વર્ચ્યુઅલ આઈડીના કારણે કોઈપણ આધાર નંબરના ઓથોન્ટીકેશન સમયે આધાર નંબર શેર કરવાની જરૂર રહેશે નહીં. આ રીતે આધાર ઓથેન્ટીકેશન પહેલા કરતા વધુ સલામત થઈ જશે.