ટીવીની વ્યુવરશીપ સામે ડિજિટલ માધ્યમોની વ્યુવરશીપ વધી જીઓ સિનેમા પર લોકોએ દરેક મેચ 30 મિનિટથી વધુ જોઈ

કરલો દુનિયા મુઠ્ઠી મેં … વાક્યને ફરી રિલાયન્સે સાર્થક કર્યું છે. રિલાયન્સ માત્ર એક ક્ષેત્ર માજ નહીં પરંતુ દરેક ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે. તારે રિલાયન્સ દ્વારા જીઓ ત્યારબાદ જીઓ સિનેમા જે શરૂ કરવામાં આવ્યું તે પણ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે હાલ ફીફા વિશ્વ કપ કતાર ખાતે જે આયોજન થયું હતું તેમાં વિશ્વના અને સવિશેષ ભારતના લોકોએ વિશ્વકપને જીઓ સિનેમા ઉપર નિહાળીઓ હતો પરિણામે ટીવી વ્યુવરશિપની સામે ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે જીઓ સિનેમા ઉપર એક કરોડથી વધુ લોકોએ મેચને નિહાળ્યો હતો. આંકડાકીય માહિતી પણ સામે આવી રહી છે કે ફીફા વિશ્વ કપનો દરેક બે જ લોકોએ જે જીઓ સિનેમા પર નિહાળીઓ તે મેચ તેમના દ્વારા 30 મિનિટથી વધુ સમય માટે જોવામાં આવ્યો હતો.

ફીફા વિશ્વ કપ માં સફળતા મળ્યા બાદ હવે જીઓ સિનેમા ઇન્ડિયન પ્રીમિયર લીગનું પણ સ્ટ્રીમિંગ શરૂ કરશે. વિશ્વ કપ માં ભારત તેનો ભાગ ન હોવા છતાં પણ જીઓ સિનેમા પણ કરોડો લોકોએ વિશ્વ કપ નિહાળ્યો હતો. વાયાકોમ 18 સ્પોર્ટ્સના જણાવ્યા મુજબ વિશ્વમાં ડિજિટલ વ્યુવરશીપમાં ભારત અગ્ર ક્રમે છે અને ફીફા વર્લ્ડ કપમાં આશરે 110 મિલિયન લોકોએ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કર્યો હતો. ફીફા વિશ્વકપમાં વાયાકોમ 18 સ્પોર્ટ્સ છે 300 કરોડ રૂપિયાની આવક ઊભી કરી હતી. ડિજિટલ પ્લેટફોર્મની

જ્યારે વાત કરવામાં આવે ત્યારે કેરેલા, આસામ અને પશ્ચિમ બંગાળ આ ત્રણ રાજ્યો સૌથી વધુ પ્રમાણમાં જીઓ સિનેમા ઉપર ફીફા વિશ્વકપને નિહાળ્યો હતો. ત્યારે આગામી વર્ષે યોજનારા શાહમાં પણ જીઓ સિનેમા લોકોને ડિજિટલ સર્વિસ પુરી પાડશે અને ખૂબ મોટા પ્રમાણમાં લોકો તેને નિહાળ છે ફીફા વિશ્વ કપમાં ભારત સ્પર્ધામાં પણ ન હોવા છતાં કરોડો લોકોએ વિશ્વકપને નિહાળ્યો હતો ત્યારે ક્રિકેટ તો ભારતમાં નસ નસમાં વસે છે ત્યારે જીઓ સિનેમાને આ ફાયદો ખૂબ સારો મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.