સોમવારે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ હોવાનો લોકોને અહેસાસ થશે. વર્ષમાં એકવાર લાંબો દિવસ રચાતો હોય છે. ત્યારે દર વર્ષે આ દિવસ 21મી જૂન હોય છે. જેનો સર્વે લોકો અનુભવ કરશે.
22મી જૂનથી દિવસ ક્રમશ: ટુંકો અને રાત્રિ લાંબી થશે
સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.21મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. સોમવાર તા.21મી જૂન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. સૂર્ય ઉતર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટુંકી થતી જાય છે.
તેના કારણે તા.21મી જૂને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ 13 કલાક 28 મિનિટ, રાત્રી 10 કલાક 32 મીનીટ સમયગાળામાં રહેશે. તા.22મી જૂનથી ક્રમિક રીતે દિવસ સેક્ધડના તફાવતે પ્રમાણે ક્રમશ: ટુંકો અને રાત્રી લાંબી થતી જોવા મળશે. ભારતમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેક્ધડ મીનીટનાં તફાવતથી ફેરફાર દિવસ-રાત્રી જોવા મળશે.
21મી જૂન પછી સૂર્ય દક્ષીણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વિગેરે પરિબળો પર આધારિત હોય છે. જે સતત બદલાતા રહે છે. તા.21મી જૂને લાંબામાં લાંબો દિવસ રાત્રી ટુંકી ત્યારબાદ સેક્ધડના તફાવતે દિવસ ટુંકો અને રાત્રી લાંબીનો લોકો અનુભવ કરશે.