વાસ્તવમાં અભિનેત્રી માધુરી દીક્ષિત હંમેશા પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે. આજે ‘ડાન્સ દીવાને’ના સેટ પર, અભિનેત્રી માધુરી દીક્ષિત નેને પીળા રંગના કો-ઓર્ડિનેટેડ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે એમ્બ્રોઇડરી કરેલું ટોપ અને સ્કર્ટ સાથે મેચિંગ શ્રગ પહેર્યું હતું. તેણે ડાયમંડ નેકલેસ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.