૯૫.૧૦ ટકા શાળાના પરિણામમાં સાવલીયા ક્રિષ્ના ૯૯.૯૮ સાથે પ્રથમ
આજરોજ એક તરફ ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું તો બીજા બાજુ સમગ્ર ગુજરાતને શોકમય બનાવનાર સુરતની દુ:ખદ દુર્ધટના હતી. ઓસમ પાઠક સ્કુલ સ્કુલે માનવતાનું સૌજનય જાળવી એ દિવ્યઆત્માઓને ધો.૧ર ના તમામ વિઘાર્થીઓ, સ્ટાફગણ તથા ટ્રસ્ટી મંડળે કેન્ડલ માર્ચ સાથે બે મીનીટનું મૌન ગણી શ્રઘ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ગુજરાત ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-૨૦૧૯ માં લેવાયેલ કોમર્સની પરીક્ષામાં OSEM પાઠક સ્કુલના વિઘાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે. શાળાનું પરિણામ ૯૫.૧૦ટકા આવેલ છે. જેમાં પ્રથમ ક્રમે એ.૧ ગ્રેડ સાથે સાવલીયા ક્રિષ્ના બી. ૯૯.૮૮ પીઆર, બીજા ક્રમે દાવડા પ્રિયા પી. ૯૯.૬૬ પીઆર મેળવેલ છે. તેમજ તેમણે એકાઉન્ટ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરેલ છે.
તેમજ ત્રીજા ક્રમ પર સોજીત્રા પ્રિયંકા એ. જેમણે ૯૯.૩૧ પીઆર મેળવે છે. સાથો સાથ ૯ વિઘાર્થીઓ દ્વારા એ.ર ગ્રેડ મેળવવામાં આવેલ છે. આ તકે શાળાના ચેરમેન સુમંતભાઇ પટેલ, મે. ટ્રસ્ટી ભવ્યદિપસિંહ જેઠવા, ટ્રસ્ટી દિલીપભાઇ પાઠક અને ટ્રસ્ટી વલ્લભભાઇ ચોવટીયા તેમજ સમગ્ર શાળા પરિવાર તમામ વિઘાર્થીઓ તેમજ વાલીઓને આ શ્રેષ્ઠ પરિણામ બદલ શુભેચ્છાઓ પાઠવેલ છે.
ઓસમ પાઠક સ્કુલના ટ્રસ્ટી દીલીપભાઇ પાઠક એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઓસમ પાઠક સ્કુલ દિન પ્રતિદિન પ્રગતિ કરે છે તેમાં સામાન્ય પ્રવાહ ધો.૧રનું પરિણામ જાહેર થયેલ છે. તેના ગુજરાતી તથા અંગ્રેજી બન્ને માઘ્યમના વિઘાર્થીઓ ખુબ સારુ પરિણામ લાવેલ છે. સ્કુલનું પરિણામ ૯૭ ટકા આવેલ છે. તેથી વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
ઓસમ પાઠક સ્કુલમાં અભ્યાસ કરતાં વિઘાર્થીઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ક્રિષ્ના સાવલીયા ૯૯.૯૮ પીઆર સાથે, સ્કુલમાં પ્રથમ કમાંક દાવળા પ્રિયા ૯૯.૬૬ પીઆર સાથે દ્રિવતીય ક્રમાંક, સોજીત્રા પ્રિયંકા ૯૯.૩૧ પીઆર સાથે ત્રિતીય ક્રમાક મેળવેલ છે. તેમની આ સફળતા પાછળ તેમના વાલીઓ, સ્કુલના શીક્ષકોનો ખુબ જ મોટો ફાળો છે. અને તેમની તથા તેમની સ્કુલની મહેનતનું જ આ પરિણામ આવેલ છે. તેથી તમામ વિઘાર્થીઓ ખુબ જ ખુશ છે.
દિલીપભાઇ પાઠક સંચાલક
દાવડા પ્રિયા ૯૯.૬૬ પીઆર
ક્રિષ્ના સાવલિયા ૯૯.૮૮ પીઆર
સોજીત્રા પ્રિયંકા ૯૯.૩૧ પીઆર
દવે જતીન ૯૮.૯૮ પીઆર
ધોકીયા વિશાલ ૯૮.૭૫ પીઆર