મનહર પ્લોટમાં આવલે સત્યમ સારવાર કેન્દ્ર ખાતે સેનેટરી પેડ અવેરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સોનલબેન પટેલે જણાવ્યું કે માર્કેટમાં જે સેનેટરી પેડ મળે છે તે બધામાં ૯૦% પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે, પરંતુ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાથી આપણને નુકશાન થાય છે. અને પર્યાવરણને પણ ઘણુ બધુ નુકશાન થાય છે.તેથી પ્લાસ્ટીકનો ઉપયાગે ન કરવો જોઈએ તે હેતુથી આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ લેડીસોને ઈન્ફેકશન ન થાય તે પણ એક હેતુ હતો.
લોકોનેએ પણ સમજાવવાનું છે કે તમે જે પણ પેડ વાપરો તેને પહેલા ચેક કરો. તેઓનું કહેવું છે કે તેમના મતે એરીસ કંપનીનું પેડ ખૂબજ સારૂ છે. તેમાં ૧૦૦% કોટન અને શરીરને નુકશાન થાય તેવું મટીરીયલ વપરાય છે. અને પર્યાવરણને પણ નુકશાન થતુ નથી. તેઓનું કહેવું છે કે જે કોઈ પેડ લઈ નથી શકતા તે કોટનનું કપડુ વાપરો, પરંતુ પ્લાસ્ટીક ન વાપરવાનું એરીસનું પેકેટ ૮ પીસનું આવે છે તે ૧૬૯ રૂ.નું છે અને ૨૨ રૂ..નું ૧ આવે છે. બીજુ પેકીંગ ૧૯૦ રૂ.નું આવે છે તેમાં ૧૦ પીસ આવે અને ૧૯ રૂ.નું એક આવે છે.
લોકોને ઈન્ફેકશન ન થાય અને જાગૃતતા આવે તે હેતુથી આયોજન કરવામા આવ્યું હતુ ખરેખર, લોકોને સમજવાની જરૂર છે. અને એરીસની કીટમાં ઈન્પેકશન ચેક કરવા માટે પણ એક કીટ આવે છે. અને ઈન્ફેકશન હોય તો તેની તાત્કાલીક સારવાર કરાવવી જરૂરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,