ભાવનગરમાં આશા વર્કર બહેનો માટે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
“બેટી બચાવો બેટી પઢાવો” યોજનાના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભાવનગરના સંકલનમાં ડો.બાબા સાહેબ આંબેડકર હોલ, પાનવાડી ખાતે 150 આશા વર્કર બહેનો સાથે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી, ભાવનગર દ્રારા આરોગ્ય વિભાગના સંકલનમાં ભાવનગર ગ્રામ્ય તાલુકાના 150 આશાવર્કર બહેનો સાથે ડો.બાબાસાહેબ આંબેડકર હોલ,પાનવાડી ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી કુમાર, તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીતુભાઈ પરમાર, મેડિકલ ઓફિસર, (વાળુકડ) ડો.ધવલભાઈ દવે, મિશન કો-ઓર્ડિનેટર સંજયભાઈ ઘાઘરેટીયા, જેન્ડર સ્પેશયાલીસ્ટ હિતેશભાઈ ધોરીયા, ભરતભાઈ વેગડ (DHEW યોજના), આરોગ્ય શાખાના અન્ય સ્ટાફ અને આશાવર્કર તથા પી.બી.એસ.સી. કાઉન્સેલર રીનાબેન વાધેલા અને ઓ.એસ.સી. કેન્દ્ર સંચાલક શુભાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્રારા કરવામાં આવેલ ત્યારબાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા પ્રાસંગિક ઉદબોધન કરેલ જેમાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ, ડાયાબીટીસ, બીપી, વગેરે આરોગ્ય અને કાયદાના મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપેલ હતી. મેડિકલ ઓફિસર ડો.ધવલ દવે દ્રારા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ અંગે વિડિયો ક્લિપ અને પી.પી.ટી.ના માધ્યમ દ્રારા કાયદાની વ્યાખ્યા, જોગવાઈ, ગુના, અને દંડ વગેરે મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ તથા DHEWના મિશન કો-ઓર્ડિનેટર દ્રારા બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત વ્હાલી દિકરી યોજના અને અન્ય મહિલાલક્ષી યોજના અંગે માહિતી આપેલ હતી. ત્યારબાદ PBSC કાઉન્સેલર દ્રારા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર અંગે અને ૧૮૧ એપ્લિકેશન, અંગે સમજ આપેલ હતી. ત્યારબાદ ઓ.એસ.સી. સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્રારા સેન્ટર અંગેની કામગીરી અને નારી સંરક્ષણ ગૃહ અંગે માહિતી આપવામાં આવેલ હતી.
અહેવાલ : આંનદસિંહ રાણા