સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત મહિલા શકિત કેન્દ્ર દ્વારા તાજેતરમાં પ્રાથમિક ગુજરાતી શાળા સાયલી, ભોયાપાડા ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવવાનો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિષયો જેમકે સ્વરોજગાર માટે વોકેશનલ ટ્રેનીંગ , સરકારી હોસ્ટેલ, સ્કોલરશીપ, મહિલાઓ પર થતી ઘરેલું હિંસા અટકાવવા માટે શરૂ કરાયેલ ‘વન સ્ટોપ સેન્ટર’ની કામગીરી અને સેવાઓ, વગેરે વિષયક માહિતી ‘મહિલા શકિત કેન્દ્ર’ના મહિલા કલ્યાણ અધિકાર ડો. મીનાબેન ચંદારાણા દ્વારા આપવામાં આવેલ હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મહિલા હેલ્પ લાઈન નં. ૧૮૧ અને ચાઈલ્ડ હેલ્પ લાઈન નં. ૧૦૯૮ વિષેની જાણકારી પણ ટેસ્ટ કોલ કરીને આપવામાં આવેલ હતી.