સામરવરણી અને મસાટ ગામના સ્થાનિક સરપંચ, ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ૨.૦ અંતર્ગત દાદરાનગર હવેલીમાં કૌશલ પ્રશિક્ષણ કેન્દ્ર વિશે સામરવરણી અને મસાટના યુવાનોને જાગૃત કરવામાં આવ્યા. યુ.ટી.લેવલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન સોસાયટી, સરકારી આઈટીઆઈ સેલવાસે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ૨.૦ અંતર્ગત સામરવરણી અને મસાટના પંચાયત સભ્યો, સરપંચ, ઉપસરપંચના સમર્થનની સાથે આ શિબિરમાં સામરવરણી અને મસાટ ગામના યુવાનોએ ભાગ લીધો.

શિબિરમાં હાજર યુવાનોને સરપંચ દ્વારા આ યોજના અને તેના વિભિન્ન ભાગીદારી અંગે જાગૃત કરાયા. સરપંચ સામરવરણી સુરેશભાઈ પટેલ, મસાટના સરપંચ રાવિયાભાઈ પટેલ, મસાટના ડેપ્યુટી સરપંચ લખુભાઈ વારલી, સામરવરણી પંચાયત સદસ્ય જયેન્દ્રસિંહ ડોડીયા, આચાર્ય ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ સેલવાસના ડો.ભગવાનજી ઝા, પંચાયત સદસ્ય ઘનશ્યામ એસ.પટેલ, નૈનેશ પટેલ અને એ.કે.પટેલે બધી જ યોજનાઓ પરત્વે ઉત્સાહિત કર્યા બધા યુવાનોને કૌશલ પ્રશિક્ષણ યોજના અને સંબંધિત પ્રશિક્ષણ પ્રદાતા એજન્સીઓ દ્વારા નોકરી સંબંધિત કાયટેરિયાથી અવગત કરવામાં આવ્યા. બધા પ્રશિક્ષણ પ્રદાતા એજન્સીઓએ નોકરીના અવસરો, કેરિયરના વિકાસના સંબંધમાં યોજનાના દરેક હિસ્સાને સમજાવવા પોતાની ભૂમિકા નિભાવી જેનાથી યુવાનોમાં આત્મવિશ્ર્વાસ અને પ્રેરણાનો સંચાર થયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.