કોર્પોરેશન દ્વારા સ્થાનિક જૈવ વિવિધતા સંરક્ષણ બાબતે વર્કશોપ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઇ.સી.એલ.ઇ.આઇ. સંસ્થા સાથે ચાલી રહેલ કેપેસિટીઝ પ્રોજેકટ અંતર્ગત, સ્થાનિક જૈવવિવિધતાના વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવી છે. . જેમાં અધ્યક્ષ સ્થાને જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિના ચેરમેન – મેયર ડો. પ્રદીપ ડવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આં વર્કશોપમાં જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિના અન્ય સભ્યોઓ ડે. મેયર દર્શિતાબેન શાહ, અશ્વિનભાઈ પાંભર, કેતનભાઈ પટેલ, ડે. મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારી ડો.સંદીપ કુમાર, ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ સામાજીક વનીકરણ વિભાગ, રાજકોટ તથા સંબંધિત નિષ્ણાતો પણ ઉપસ્થિત રહેલ.
આં વર્કશોપમાં મેયરશ્રી ડો. પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે, નાગરીકોનાં રોજીંદા જીવનનાં કાર્યો કરતા જેમાં જાણતા-અજાણતા જૈવવિવિધતાઓને નુકશાન પહોંચાડતા હોય છે તેની કાળજી રાખીએ, નાગરિકોમાં અવેરનેસનાં અભાવને કારણે પણ જૈવવિવિધતાને નુકશાન પહોંચે છે તેનાં માટે નાગરીકોમાં જાગૃતતા લાવીએ અને જૈવ વિવિધતાનાં સંરક્ષણ માટે અવેરનેસ ફેલાવવી જરૂરી છે.
આ ઉપરાંત રાજકોટ શહેરના વિવિધ વન્યજીવો અને પર્યાવરણની કામગીરી સાથે જોડાયેલા તજજ્ઞોશ્રીઓ પણ શહેરી જૈવ વિવિધતાને અનુલક્ષીને યોજવામાં આવેલ આ એક દિવસીય વર્કશોપમાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ એન.ઓ.સી. જેવી કે વાઈલ્ડ સૌરાષ્ટ્ર, લાયન ક્ધઝર્વેશન ટ્રસ્ટ, સ્પેરો નેચર ક્લબ વિગેરેના સભ્યો અને તજજ્ઞો, સૌરાષ્ટ્ર યુનિ. બાયોસાયન્સ વિભાગના પ્રોફેસર અને રીસર્ચ સ્કોલર, કોટક સાયન્સ કોલેજના પ્રોફેસર, મારવાડી યુનિ.ના પ્રોફેસર, વનવિભાગના અધિકારીઓ અને કર્મચારી, રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, ઝૂ વિભાગના અધિકારી સ્ટાફ, આઇસીઆઇસીઆ સંસ્થાના પ્રતિનિધિઓ, અન્ય યુનિવર્સિટીના રીસર્ચ સ્કોલર તેમજ અનેક વોલન્ટીઅર અને શહેરી જૈવ વિવિધતાને વિષયને અનુરૂપ નિષ્ણાંતોએ ભાગ લીધો હતો.
આ વર્કશોપનો હેતુ શહેરની વિવિધ ઇકોસિસ્ટમ સેવાઓ અને જૈવવિવિધતાને આવનાર સમયમાં જાળવવા માટેના થતા જરૂરી પગલાઓ, તેઓના આર્થિક મૂલ્યોનું મહત્વ, અવકાશ અને પડકારોને ઓળખવા માટેની એક સ્કોપિંગ અભ્યાસ કરવાનો હતો. આ અભ્યાસ થકી શહેરની જૈવવિવિધતાને લગત ચેલેન્જ અને તેમને અનુરૂપ લેવાના થતાં વિવિધ પગલાઓના સૂચનની એક યાદી તૈયાર કરવામાં આવશે. જે યાદી મુજબ આવનાર સમયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પગલાઓ લઈને જૈવવિવિધતા સંરક્ષણ અને સુધારણા માટે કાર્યવાહી કરવામાં આવશે.