વિશ્ર્વમાં 21 મે અને આજે એમ વર્ષમાં બે વાર ચા દિવસની ઉજવણી થાય છે: ચાના ઉત્પાદક દેશો આજના દિવસે ‘ચા’ દિવસ ઉજવે છે
આજે વિશ્ર્વમાં સૌથી લોકપ્રિય પીણું ચા છે: ચાની શોધ ચાર હજાર વર્ષ પહેલા ચીનમાં થઇ હતી: 35 થી વધુ દેશોમાં ઉગાડવામાં આવતી ચાની ખેતી 13 મિલિયન લોકોને રોજગારી આપે છે
અબતક-અરૂણ દવે ,રાજકોટ
વૈશ્ર્વિકસ્તરે યુનાઇટેડ નેશન્સ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિશ્ર્વ ચા દિવસની ઉજવણીનું નેતૃત્વ સંભાળે છે. આજના દિવસની ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્ર્વમાં ચા ના લાંબા ઇતિહાસ અને ઉંડા સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આજનો દિવસ ચા ની ચુસ્કીનો અનેરો દિવસ છે. 17મી સદી સુઘી ચા યુનાઇટેડ કિંગડમમાં પ્રવેશી ત્યારે મોટાભાગે તેનો ઉપયોગ ઔષધિય હેતુઓ માટે જ થતો હતો. કાળો, લીલો, સફેદ, હર્બલ, એલોંગ જેવા પ્રકારો ચા ના હતા. વિશ્ર્વમાં 2005થી ચા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2019માં યુનાઇટેડ નેશન્સે 21 મે ના રોજ બીજો ચા દિવસ ઉજવવાનો રજૂ કર્યો.આજથી 4 હજાર વર્ષો પહેલા ચીનમાં ચા ની શોધ થઇ. 16મી સદીમાં ડચ વેપારીઓએ વિશ્ર્વમાં યુરોપ તરફ પ્રયાણ કર્યુંને ચા યુરોપમાં આવી. ચાનો સ્વાદ અને ફાયદા સિવાય સંસ્કૃતિ અને સામાજીક-આર્થિક વિકાસમાં ચા નું યોગદાન એટલું જ મહત્વનું છે.કોફીની તુલનામાં ચા માં કેફીન ઓછી માત્રમાં હોવાથી બિન વ્યસનકારક છે. શરીર માટે તે એક મહાન ડિટોકિસફાયર છે. ચા હાર્ટએટેકના જોખમને ઘટાડે છે. ભારત વિશ્ર્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, વિયેટનામ, ઇન્ડોનેશિયા, કેન્યા, મલાવી, મલેશિયા, યુગાન્ડા અને ભારત અને તાન્ઝાનિયા સહિતનાં દેશોમાં આજના દિવસે વિશ્ર્વા ચા દિવસ ઉજવાય છે.ચા વિશ્ર્વમાં પીવાતું બીજુ સૌથી વધુ પીણું છે. કેટલાક લોકો માટે ચા એ જીવનનો અભિન્ન ભાગ છે. 2007માં ટી બોર્ડ ઓફ ઇન્ડિયાએ કરેલા સર્વેમાં જણાવ્યું કે ભારતમાં ઉત્પાદિત કુલ ચાના લગભગ 80 ટકા સ્થાનિક લોકો વપરાશ કરે છે.
કાઠિવાડીને પ્રીય ‘ચા’નો કસુંબો !!
આજે વિશ્ર્વ ચા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે આપણાં ગુજરાત અને તેમાંય આપણા કાઠિયાવાડમાં તેનો વિશેષ પ્રભાવ કે આદત જોવા મળે છે. સવારે ને બપોરે ઉઠતાવેંત ચા ની ચુસ્કી સૌરાષ્ટ્રવાસીઓનો ટેસ્ટ છે, આદત છે. મહેમાનોનું સ્વાગત સાથે શહેરમાં શેરી ગલ્લીઓમાં ‘ચા’ની હોટલોમાં સ્પેશિયલ કડક મીઠી- અમીરી ચા યુવાધનનું સ્પેશિયલ પીણું છે.
આપણાં રાજકોટમાં તો 24 કલાક ધમધમતો ધંધોએ ‘ચા’ની હોટલ છે. આપણાં જેવી ચા વિશ્ર્વમાં ક્યાંય ન મળી શકે તેનો ટેસ્ટ એકવાર માણે તે જીંદગીભર તેનો દિવાનો બની જાય છે. સૌ સાથે મળે ત્યારે ‘ટી’ પાર્ટીનો યુવાધનમાં ક્રેઝ જોવા મળે છે.