ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થતા ગ્રામ પંચાયત અને યુવાનોએ તકેદારીના પગલાં લીધા
હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં હવે કોરોનાનો પગપેસારો થયો હોવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગ્રામ પંચાયત અને યુવાનોએ તકેદારીના પગલાં લીધા છે. જેમાં હળવદના રણજીતગઢ ગામે કોરોનાથી લોકોને બચાવવામાં માટે બહારના લોકો માટે પ્રવેશબંધી ફરમાવી દીધા બાદ હવે હળવદના કેદારિયા ગામે પણ બહારના લોકો માટે નો એન્ટ્રી ફરમાવી દેવામાં આવી છે.
હળવદના કેદારિયા ગામે ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે બહારના લોકો માટે પ્રવેશબધી ફરમાવી દેવામાં આવી છે.ગ્રામજનોએ કોરોનાનો કહેર અટકાવવા માટે સ્વંયભુ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ માટે ગામના યુવાનોએ અને ગ્રામ પંચાયત દ્રારા ગામના ઝાપા બહાર વોચ રાખે છે અને બહારના લોકોને ગામમાં પ્રવેશ દેવામાં આવતો નથી.
તેમજ ગામના તમામ લોકો માસ્ક પહેરે અને જરૂરી કામ માટે બહાર નીકળતા લોકો ખાસ તકેદારી રાખે તેવી પણ કાળજી લેવામાં આવે છે.સાથેસાથે ગામના કોઈના પણ સગાવ્હાલા આવ્યા હોય તો તેની સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ જ ગામમાં પ્રવેશ આપશે.આથી હાલ કેદારિયા ગામમાં બહારના લોકોને ગામની અંદર પ્રવેશવાની મનાઈ કરી દેવામાં આવી છે અને તે અંગેના બેનરો મારી દેવામાં આવ્યા છે.