ભાજપના અગ્રણીઓ દ્વારા ઇનામ આપી નવાજાયા
શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરથી, નિતીન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા સિધ્ધિ વિનાયક ધામ ખાતે કરવામાં આવેલ .તે અંતર્ગત રોજેરોજ વિવિદ સ્પર્ધાઓ અને સાંસ્કૃતીક તથા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તે અંતર્ગત ગણપતિ મંગલ મહોત્સવના અંતિમ દિવસે આ તમામ સ્પર્ધાઓના વિજેતાઓને શહેર ભાજપ અગ્રણીઓના વરદ હસ્તે શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.જેમાં ગણપતી ચિત્ર સ્પર્ધા, લાડુ-જમણ હરથીફાઈ, પાણીપુરથી સ્પર્ધા, આરતી સુશોભન સ્પર્ધા, વન મીનીટ જેવી વિવિધ સ્પર્ધા સહીતની સ્પર્ધાઓના ભાઈઓ-બહેનો- દીવ્યાંગો એમ ત્રણ કેટેગરથીમાં વિજેતાઓને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, પ્રફુલભાઈ કાથરોટીયા, વિરેન્દ્રસિહ ઝાલા, વિક્રમ પુજારા, રાજુભાઈ બોરથીચા, દલસુખ જાગાણી, અજય પરમાર, નિતીન ભુત, કલ્પનાબેન ક્યિાડા, નયનાબેન પેઢડીયા, રક્ષાબેન બોળીયા તેમજ મહીલા મોરચા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. હતા સાથોસાથ તમામ સ્પર્ધાઓના નિર્ણાયકો અને સાંસ્કૃતીક કાર્યક્રમોમાં કૃતીઓ રજુ કરનાર વિવિધ સંસ્થાઓનું શીલ્ડ અર્પણ કરથી બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સાંસ્કૃતીક સમિતિના ઈન્ચાર્જ તેમજ મુખ્ય માર્ગદર્શક કીશોરભાઈ રાઠોડ સહીત સાંસ્કૃતીક સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.