તબીબી ક્ષેત્ર હંમેશા રાષ્ટ્રના સ્તંભોમાંથી એક મહત્વનુ સ્તંભ રહ્યું છે. એમાં પણ દેવના દુત કહેવાતા એવા ડોકટરોની ખરી જરૂર અને શા માટે ભગવાનનું બીજું રૂપ કહેવાય છે ? તે આપણેને આ કોરોનાએ સમજાવી દીધું…!! કોરોનાની વૈશ્વિક મહામારીએ આરોગ્ય ક્ષેત્રે ઘણી નવી સુવિધા પૂરી પાડવા પર પ્રકાશ પાડ્યો. આજે ગુજરાતમાં ઘણી એવી મળતી સ્પેશયાલિસ્ટ સુવિધાથી સજ્જ હોસ્પિટલો ઉપલબ્ધ છે. જેમાની એક છે રાજકોટની સેલસ હોસ્પિટલ કે જેને શ્રેષ્ઠ હોસ્પિટલ અને હેલ્થકેર મેનેજમેન્ટ માટે અમદાવાદ ખાતે તાજેતરમાં સન્માનિત કરવામાં આવી છે.
અમદાવાદ, હેલ્થ કેર હબ હોવાને કારણે રાજ્ય અને દેશમાં કેટલાક સૌથી સફળ અને પ્રતિબદ્ધ હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સંસ્થાઓ અહી છે. એક અદ્ભુત હેલ્થકેર સિસ્ટમ બનાવવા માટે સેલસ હોસ્પિટલનો મોટો ફાળો રહેલો છે. આ હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સંસ્થાઓએ તેમના જુસ્સા, ઊર્જા સાથે બૌધિક ક્ષમતાનો ઉપયોગ કરીને નાગરિકોની સુખાકારીની સુવિધામાં મોટી ઉપલબ્ધીઓ અંકે કરી છે.
હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સંસ્થાઓને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવા માટે ઓપ્ટિમલ મીડિયા સોલ્યુશન્સ-એ ટાઈમ્સ ગ્રુપ કંપની દ્વારા અમદાવાદમાં હિલ્ટન, બોપલ આંબલી રોડ પર હોટલ ડબલટ્રી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ હોસ્પિટલ અને હેલ્થકેર મેનેજમેન્ટ માટે સેલસ હોસ્પિટલને એવોર્ડ એનાયત થયો છે.
આ સમારોહની 5મી આવૃત્તિમાં હર્ષ સંઘવી (એમઓએસ, હોમ, ગુજરાત સરકાર), જગદીશ પંચાલ ((એમઓએસ, ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત સરકાર) અને સેલિબ્રિટી ગેસ્ટ મંદિરા બેદી સાથે સંજય ઝા, કોશા ઝા અને સેન્ટીસ ફાર્માસ્યુટિકલ્સના સંદીપ ગુપ્તા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.