પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ હોલ ખાતે એવોર્ડ સેરેમની યોજાઈ: બહોળી સંખ્યામાં વાલીઓ-વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ
રાજકોટની ક્રિષ્ના સ્કુલ્સ દ્વારા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ હોલ ખાતે એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કુલમાં ધો.૧૦ અને ધો.૧૨માં તથા ખેલમહાકુંભમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા સ્ટાફગણોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ડાન્સ રજુ કરવામાં આવ્યો હતો. આ તકે રમાબેન હેરમા, વી.ડી.બાલા સહિતનાં મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફંકશનમાં ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન: તૃપ્તિબેન ગજેરા
ક્રિષ્ના સ્કુલનાં તૃપ્તી ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે, ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સેરેમની તેઓનાં જે છેલ્લા વર્ષનાં વિદ્યાર્થીઓ છે. ખાસ ધો.૧૦ અને ધો.૧૨ અને તે ઉપરાંત દરેક ધોરણનાં વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ઓફ ધી યરનો એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડ મળવાથી વિદ્યાર્થીમાં એક પ્રકારનો કોન્ફીડન્સ આવે છે અને તેમનાં પેરેન્ટસ હર્ષની લાગણી અનુભવે છે અને વિદ્યાર્થીને આગળ વધવાની તક પણ મળે છે અને આ એવોર્ડમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવે છે અને સ્ટાફનું પણ સન્માન કરવામાં આવે છે. અંદાજે ૩૩૦ થી પણ વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
બોર્ડમાં ૯૧.૭ % મેળવનાર રૂત પટેલને એવોર્ડ મળ્યો
રૂત પટેલે અબતક સાથેની વાતચીતમાં કહે છે કે, તેણે ૧૨ પુરુ કર્યું છે અને હાલમાં ફંકશન એવોર્ડ સેરેમેની હતી જેમાં તેમને બોર્ડમાં ૯૧.૭ ટકા આવેલ છે જેથી એવોર્ડ મળ્યો હતો અને તે કહે છે કે ક્રિષ્ના સ્કુલનું એજયુકેશન સારું છે.
ક્રિષ્ના સ્કુલમાં ભણવાની અલગ જ મજા: માધવી પરસાણા
માધવી પરસાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે, તેઓએ ક્રિષ્ના સ્કુલમાં ૧૧ અને ૧૨મું ધોરણ સાયન્સમાં પુરુ કર્યું અને એવોર્ડ ફંકશનમાં એવોર્ડ આપવામાં આવ્યો જેમાં બોર્ડમાં તેઓને ૯૯.૫ પીઆર આવેલ છે. ગુજરાત બોર્ડમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરેલ છે અને ક્રિષ્ના સ્કુલમાં ભણવાની મજા આવે છે અને પુરા આનંદ સાથે કોઈપણ જાતનાં ડિપ્રેશન વગર ભણાવવામાં આવ્યા હતા.
બોર્ડમાં અને નીટમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ એવોર્ડ મેળવતો આયુષ
આયુષે અબતક સાથેની વાતચીતમાં કહે છે કે, તે ક્રિષ્ના સ્કુલમાં ૮ વર્ષથી છે. હાલમાં જ ધો.૧૨ પૂર્ણ કરેલ છે અને બોર્ડમાં ૯૪.૪ ટકા આવેલ છે અને નીટમાં ૫૨૧ માર્કસ છે જેથી તેને એવોર્ડ મળ્યો હતો.
એવોર્ડ ફંકશનમાં સરસ્વતી શારદે ડાન્સ કરતી વાછાણી જીનલની ટીમ
વાછાણી જીનલે અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે, એવોર્ડ ફંકશનમાં તેઓની ટીમ તેઓ માં સરસ્વતી શારદે ડાન્સ કરવાના હતા. તેઓની ટીમ ૧૬ છોકરીઓની હતી અને આ ડાન્સની ટ્રેનીંગ માનસીબેન, પૃથ્વીબેન અને વિનીસાબેને આપેલ હતી.