રાસોત્સવમાં ૩૦૦૦ જેટલા ખેલૈયાઓએ રમઝટ બોલાવી
રાજકોટ મોચી સમાજ દ્વારા છેલ્લા ૪ વર્ષથી એકદિવસીય નવરાત્રીનું આયોજન કરતી આવે છે. ત્યારે આ પાંચમાં વર્ષે પણ મોચી સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ. અંદાજે ૩૦૦૦ જેટલા ખેલૈયાઓ એક સાથે ઝુમ્યા હતા. રાજકોટના નામી અનામી સીંગરો પર ઉપસ્થિત રહ્યા હતા. મોચી સમાજ દ્વારા એક વિશેષ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગરબા દરમિયાન પ્રીન્સ અને પ્રિન્સેસ તરીકે વિજેતાઓને થનારને મોચી સમાજ દ્વારા હેલ્મેટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ રમવા માટે આવ્યા હતા દર્શકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દિનેશભાઈ ચાવડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે.. છેલ્લા ૪ વર્ષથી આયોજન કરતા આવીએ છીએ મોટી સંખ્યામાં મોચી સમાજના ખેલૈયાઓ આવેલા હતા. નામી અનામી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા રાજકીય સામાજીક અગ્રણીઓ પણ અહી ઉપસ્થિત રહ્યા હતા આવતા વર્ષે આનાથી વિશેષ આયોજન કરવાની તૈયારી છે. ૨૫૦૦થી ૩૦૦૦ ખેલૈયાઓ ગરબે રમ્યા હતા વિશેષમાં મોચી સમાજ દ્વારા ડાંડીયારાસમાં પ્રીન્સ પ્રીન્સેસ બનનાર ને હેલ્મેટ આપીને બીરદાવ્યા હતા.