ઈન્ટીરીયલ અને ડિઝાઈનર અને રાજુભાઈ પોબારૂની ભત્રીજી શૈલી કલ્પેશ ગણાત્રા દ્વારા સ્થાપિત સ્ટુડિયોએ એક વર્ષમાં મેળવી અદભૂત સિધ્ધિ
ઈન્ટીરીયર ડિઝાઈનર શૈલી કલ્પેશ ગણાત્રા પોતાના ક્ષેત્રમાં છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત છે. તેઓ મોડયુલર કિચન અને પ્લાસ્ટિક લમીનેશન સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ કલ્પેશ ગણાત્રાના પત્ની, જાણીતા બિલ્ડર છબીલભાઈ પોબારૂના દીકરી અને રાજકોટ લોહાણા મહાજન તથા રાજકોટ કોમોડિટી એકસચેંજના પ્રમુખ એવા રાજુભાઈ પોબારૂના ભત્રીજી છે.
તેમણે કલ્પેશ ગણાત્રા સાથે મળીને નધ ઔરા ઈન્ટરીયર ડિઝાઈન સ્ટુડિયોથની સ્થાપના ૨૦૧૭માં કરી. આ સ્ટુડિયો શરૂકર્યાના ફકત આટલા ઓછા સમયમાં તેમણે ધણી સફળતા મેળવી છે. રાજકોટ અને આખા ગુજરાતમાં ઘણા અવિસ્મરણીય રેસીડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેકટસ પૂરા કર્યા છે. તેમના આ કામની નોંધ રાષ્ટ્રીય સ્તર પર પણ લેવામાં આવી છે.
તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા ગ્લોબલ બિઝનેસ એવોર્ડ્સ દ્વારા
તેમના સ્ટુડિયોને નમોસ્ટ પ્રોમિસિંગ ઈન્ટરીયર ડિઝાઈન સ્ટુડિયો ૨૦૧૮’નો એવોર્ડ આપીને બંનેને સન્માનીત
કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને ફેમસ બોલિવુડ એકટ્રેસ સોહા
અલીખાનના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. આપણા રાજકોટ માટે આ ખૂબજ
ગર્વની વાત છે ધ ઔરા ઈન્ટરીયર ડિઝાઈન સ્ટુડિયો
સાધુવાસવાણી સ્કુલ રોડ રાજકોટ મો.+ ૯૧ ૯૫૫૮૦ ૮૯૦૩૮
ખાતે કાર્યરત છે.