- ડો.તેજસ કરમટા, ડો.સંજય પંડ્યા અને ડો.વસંત સાપોવાડીયાને વિવિધ કામગીરી માટે બિરદાવાયા
અબતક, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટને મેમ્બરશીપ ડ્રાઈવ દ્વારા ગુજરાતની તમામ બ્રાંચોમાં રાજકોટમાં સૌથી વધુ મેમ્બર બનાવી માટે રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવતા રાજકોટના તબીબી જગતમાં હરખની લાગણી છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. કાંત જોગાણી અને સેક્રેટરી ડો. અમીષ મહેતાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત રાજકોટના ત્રણ તબીબો ડો. તેજસ કરમટા, ડો. સંજય પંડ્યા અને ડો. વસંત સાપોવાડીયાને પણ વિવિધ સામાજીક કામગીરી માટે રાજ્યકક્ષાએ એવોર્ડ મળતા રાજકોટના તબીબી જગતનું ગૌરવ વધ્યુ છે.
રાજકોટના જાણીતા નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડ્યાને લેઈટ જયોત્સનાબેન ભગવતપ્રસાદ પટેલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. ડો. પંડ્યાને મેડિકલ ક્ષેત્રે રીસર્ચ, સારવાર પધ્ધતિમાં નવિનતા સાથે તબીબી ક્ષેત્રે કંઈક વિશેષ કામગીરી માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.રાજકોટના જાણીતા આંખના સર્જન ડો. વસંત સાપોવાડીયાને ડો. કે. જે. ગણાત્રા ટ્રોફી અર્પણ કરવામાં આવી છે. વરસ દરમિયાન તેમણે આંખના સર્જન તરીકે કરેલ વિશિષ્ટ કામગીરી માટે તેમની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી, અને તાજેતરમાં સંસ્થાના રાજ્યના આગેવાનોના હસ્તે તેમને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે જાણીતા ન્યુરોસર્જન ડો. કાંત જોગાણી, સેક્રેટરી તરીકે ડો. અમિષ મહેતા, આઈ.પી.પી. ડો. પારસ શાહ, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. જયેશ ડોબરીયા, ઉપપ્રમુખ તરીકે ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. તેજસ કરમટા, એડિટર ડો. કૃપાલ પુજારા, ટ્રેઝરર ડો. કમલેશ કાલરીયા, જોઈન્ટ સેક્રેટરી ડો. મનિષા મોટેરીયા, ડો. ચિંતન કણસાગરા, જોઈન્ટ ટ્રેઝરર ડો. રૂપેશ મહેતા, ડો. દર્શન સુરેજા, એક્ઝીક્યુટીવ કમીટીના ડો. વિપુલ અઘેરા, ડો. જયદીપ દેસાઈ, ડો. મમતા લીંબાસીયા, ડો. અમિત અગ્રાવત, ડો. પિયુષ ઉનડકટ, ડો. મિહિર તન્ના, ડો. નીમા સિતાપરા, ડો. સંજય ટીલાળા, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સુપ્રિયા ગુપ્તા, કો. ઓપ્ટ મેમ્બર ડો. ભાવેશ વૈશ્ર્નાની, ડો. રાજેશ સાકરીયા, ડો. જીજ્ઞેશ મેવા, ડો. હેતલકુમાર કિયાડા, ડો. અલ્પેશ કિકાણી, ડો. દિપલ પનારા, ડો. વંદન કાનાબાર, સાયન્ટીફીક બોર્ડના ડો.અતુલ રાયચુરા, ડો. ગૌરવ દવે, ડો. સંજય દેસાઈ, ડો. નિલેશ દેત્રોજા, ડો. ધર્મેશ શાહ, ડો. રાજન રામાણી, યંગ એક્ઝીક્યુટીવ કમીટીના ડો. બિરજુ મોરી, ડો. જીજ્ઞા પટેલ, ડો. ચિરાગ બરોચીયા, ડો. ચેતન દવે, ડો. ડેનિશ આરદેસણા, ડો. રાજેશ રામ, ડો. ચિંતન દલવાડી, ડો. ઘટના કથીરીયા, ડો. મિલન રોડ, ડો.ભૂમિ પટેલ અને ડો. યશ કાકડીયા સહિત તબીબોની ટીમના અથાક પ્રયાસોના કારણે રાજકોટ બ્રાન્ચ અને ત્રણ તબીબોને રાજ્ય કક્ષાના એવોર્ડ મળ્યા છે.
આઇ.એમ.એ.-ગુજરાતના ઉપપ્રમુખ ડો. દિપેશ ભાલાણી, રાષ્ટ્રીય અગ્રણી ડો. અતુલ પંડ્યા, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન- ગુજરાતના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. હિરેન કોઠારી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. એમ. કે. કોરવાડીયા, ડો. વસંત કાસુન્દ્રા, ડો. પારસ શાહ, ડો. સંજય ભટ્ટ, ડો. ચેતન લાલસેતા, ડો. જય ધીરવાણી, ડો. પ્રફુલ કામાણી, પેટ્રન ડો. ડી. કે. શાહ, ડો. પ્રકાશ મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. દેવેન્દ્ર દેકિવાડીયા, ડો. નિતીન ટોલીયા, ડો. વલ્લભ કથીરીયા, ડો. સુશિલ કારીયા, ડો. કીર્તિ પટેલ, ડો. જીતેન્દ્ર અમલાણી તથા ડો. રશ્મી ઉપાધ્યાય સહિત તબીબી અગ્રણીઓ અને સમાજના આગેવાનો દ્વારા રાજકોટ બ્રાન્ચ અને એવોર્ડ વિનર તબીબોને અભીનંદન પાઠવવામાં આવ્યા છે. આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.
રાજકોટ બ્રાન્ચને એવોર્ડ મળતા તબીબી જગતમાં હરખની લાગણી: પ્રમુખ ડો.કાંત જોગાણી
પ્રમુખ ડો. કાંત જોગાણીએ જણાવ્યું છે કે, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ બ્રાન્ચ દ્વારા આ વરસે મેમ્બરશીપ ડ્રાઈવમાં ખૂબ મહેનત કરી હતી અને રાજકોટના તબીબોના સાથ સહકારથી ગુજરાતની તમામ બ્રાન્ચમાં રાજકોટનાં સૌથી વધુ મેમ્બર જોડવામાં અમો સફળ રહ્યા છીએ. ઇન્ડીયન મેડિકલ એસોસીએશન ગુજરાત દ્વારા દર વરસે રાજ્યની જે બ્રાન્ચમાં વધુ મેમ્બર બન્યા હોય એ માટે મેમ્બરશીપ ડ્રાઈવ ટ્રોફી આપવામાં આવે છે જે આ વરસે રાજકોટ બ્રાન્ચને મળતાં રાજકોટના તબીબી જગતમાં હરખની લાગણી છે. આ વરસે રાજકોટ બ્રાન્ચના યજમાન પદે રાજ્યકક્ષાની કોન્ફરન્સનું પણ સફળ આયોજન કરવામાં આવ્યુ હતું એ માટે ગુજરાતના તબીબોએ અમારી બ્રાન્ચની પ્રશંસા કરી છે એ અમારા માટે ગૌરવની વાત છે.\
રાજ્ય કક્ષાએ નોંધ લેવાતા અમારા માટે ગર્વની વાત: સેક્રેટરી ડો.અમિષા
ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના સેક્રેટરી ડો. અમિષ મહેતાએ જણાવ્યું છે કે, અમારી રાજકોટ બ્રાન્ચને મેમ્બરશીપ ડ્રાઈવ ટ્રોફી મળવા સાથે અમારા ત્રણ મેમ્બર તબીબો ડો. તેજસ કરમટા, ડો. સંજય પંડ્યા અને ડો. વસંત સાપોવાડીયાને પણ વિવિધ કામગીરી માટે રાજ્યકક્ષાએ અવોર્ડ અર્પણ કરવામાં આવતાં અમારા હરખમાં વધારો થયો છે. રાજકોટના તબીબોની કામગીરીને રાજ્ય કક્ષાએ નોંધ લેવાતાં તબીબી જગત દ્વારા આ તબીબો પર અભીનંદન વર્ષા કરવામાં આવી છે.
રાજકોટના જાણીતા ઈન્ટેસ્ટીવીસ્ટ ડો. તેજસ કરમટાને ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા ડો. કે. જે. નથવાણી સોશીયો મેડિકલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. વરસ દરમિયાન ડો. કરમટા દ્વારા તબીબ તરીકે સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. અમારા દ્વારા સમાજ સેવા માટે યોજાતા દરેક કાર્યક્રમોમાં ડો. કરમટા સક્રિય રીતે ભાગ લઈ મહત્વનું યોગદાન આપતા હોય છે, તેમની આ સમાજ સેવાની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈ રાજ્યકક્ષાના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી અને સંસ્થાના રાજ્યના હોદાદારોના હસ્તે તેમને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.