ડીસીબીના કોન્સ્ટેબલ જયદિપસિંહ ઝાલાએ ૪ વાહન ચોરી અને એક ઘરફોડીના ગુન્ના ઇ-ગુજકોપના માધ્યમથી ઉકેલ્યા
રાજ્ય પોલીસમા ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને દર માસે ઇ-કોપ ઓફ ધ મન્થ એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં દરેક જિલ્લા તથા બ્રાન્ચમાથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી ડી.જી.પી. આશિષ ભાટીયા ના હસ્તે ઇ-કોપ ઓફ ધ મન્થ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
શહેર ખાતે ડી.સી.બી. ના કોન્સ. તરીકે ફરજ બજાવતા જયદિપસિંહ ઝાલા એ નવેમ્બર ૨૦૨૦ મા ઇ-ગુજકોપ માધ્યમથી અલગ અલગ કુલ ૪ વાહન ચોરીના ગુન્હા અને ૧ ધરફોડ ચોરી નો ગુન્હો ડીટેકટ કરેલો જેથી શહેર ખાતેથી પો. કોન્સ. જયદિપસિંહ ઝાલા ની કામગીરી અંગે ઇ-કોપ ઓફ ધ મન્થ એવોર્ડ માટે દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવેલ હતી કમિટી દ્વારા આવેલ દરખાસ્તો અંગે સમીક્ષા કરી માહે નવેમ્બર ૨૦૨૦ મા ઇ-કોપ ઓફ ધ મન્થ એવોર્ડ માટે રાજ્યમાંથી ડી.સી.બી. પો.સ્ટે. ખાતે ફરજ બજાવતા પો. કોન્સ. જયદિપસિંહ ઝાલા ને વિજેતા જાહેર કરવામા આવેલ હતા જેઓને ડી.જી.પી. આશિષ ભાટીયા દ્વારા ઇ-કોપ ઓફ ધ મન્થ એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ , મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા , ડી.સી.બી.ના. પોલીસ ઇન્સ્પેકટર વી. કે. ગઢવી દ્વારા માહે નવેમ્બર ૨૦૨૦ ના ઇ-કોપ ઓફ ધ મન્થ એવોર્ડ વિજેતા પોલીસ કોન્સ. જયદિપસિંહ ઝાલા ને અભિનંદન પાઠવવામાં આવેલ હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્ય પોલીસમા ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને દર માસે ઇ-કોપ ઓફ ધ મન્થ એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે