સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૪મો વાર્ષિક પદવીદાન સમારોહ ખુબ ભવ્યતાથી યોજાયો હતો. જેમાં ૫૭ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.પત્રકારત્વ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગુણવંતભાઈ ગણાત્રા સુવર્ણચંદ્રક તેજસ્વી વિદ્યાર્થીની રાધિકા જીતેન્દ્રકુમાર વ્યાસને એનાયત થયો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતી મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રત અને ભાગવતાચાર્ય પુજય શ્રીરમેશભાઈ ઓઝા અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાધિકા જે. વ્યાસને ૨૦૧૮-૧૯ના વર્ષમાં પત્રકારત્વમાં સૌથી વધુગુણ મેળવવા બદલ એનાયત કરવામાં આવ્યો હતો.
પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા એક દાયકાથી દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે.ગોલ્ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓ આજે મીડીયા ક્ષેત્રે ટોચના સ્થાને કાર્યરત છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાધિકા જે. વ્યાસ પ્રથમથી જ તેજસ્વી એકેડેમિક કારકિર્દી ધરાવે છે.એ.ડી.શેઠ ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીખાતે બેચલર અને માસ્ટરની ડિગ્રી મેળવનાર રાધિકાએ તેના અભ્યાસના વર્ષો દરમિયાન યુવક મહોત્સવ, વિવિધ સ્પર્ધાઓ, આકાશવાણી સહિતના ક્ષેત્રોમાં નોંધનીય કામગીરી કરી હતી.આકાશવાણી ખાતે વર્ષ ૨૦૧૮થી જ યુવવાણીમાં અનાઉન્સર તરીકે કામગીરી બજાવનાર છે. સુવર્ણચંદ્રક મેળવવા બદલ તેઓના ભવનના પ્રોફેસરો, મીડિયા ક્ષેત્રના જાણીતા લોકોઅને તેમના પરિવારજનો તરફથી અભિનંદનની વર્ષો થઈ રહી છે.