- બેસ્ટ સ્માર્ટ સિટી એન્ડ અર્બન ડેવલપમેન્ટ કેટેગરીમાં કોર્પોરેશનને ધ ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા ઇ.ટી. ગર્વમેન્ટ ડી.જી.ટેક એવોર્ડ એનાયત કરાયો
દેશનાં અગ્રણી અખબાર ધ ઇકોનોમીક ટાઇમ્સ દ્વારા દર વર્ષે જુદી-જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી અંગે સમગ્ર ભારતમાંથી પ્રોજેક્ટ મંગાવવામાં આવે છે અને આ પ્રોજેક્ટનું મુલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવે છે. ચાલુ વર્ષ-2025માં રાજકોટ મહાનગરપાલિકાને ઇટી ગર્વમેન્ટ ડીજી ટેક એવોર્ડ-2025 એવોર્ડ એનાયત કરાયો છે. આ એવોર્ડ એઆઇ ઇનાબ્લેડ સ્માર્ટ હોકીંગ સિસ્ટમઽરાજકોટ ઓફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોજેક્ટને (ગોલ્ડ) બેસ્ટ સ્માર્ટ સિટી એન્ડ અર્બન ડેવલપમેન્ટ રાજકોટ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે, તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું.
ઇટી ગર્વમેન્ટ ડીજીટેક એવોર્ડ-2025 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેસ્ટ સ્માર્ટ સિટી એન્ડ અર્બન ડેવલપમેન્ટ ઇનીટીએટીવઝ કેટેગરી અંતર્ગત એઆઇ ઇનાબ્લેડ સ્માર્ટ હોકીંગ સિસ્ટમ રાજકોટ ઓફ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને નોમીનેશન માટે મોકલવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની ભારત સરકારનાં મિનિસ્ટ્રી ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિનિસ્ટ્રી સિવિલ એવીયેશન, નેશનલ ઇન્સ્ટિટ્યુટી ફોર સ્માર્ટ ગર્વમેન્ટ, મિનિસ્ટ્રી હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા, ફોરમર ડાયરેક્ટર જનરલ, ડીઆરડીઓ, પ્રોફેસર ઓફ પ્રેક્ટીસ, આઇઆઇટી દિલ્હી, ગ્રુપ પબ્લીક અફેર્સ અને મહિન્દ્રા ગ્રુપ વિગેરે જ્યુરી મેમ્બરોની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
આ ચકાસણીને અંતે રાજકોટ મહાનગરપાલિકાનાં એઆઇ ઇનાબ્લેડ સ્માર્ટ હોકિંગ સિસ્ટમ રાજકોટ ઓફ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન પ્રોજેક્ટને કેટેગરી (ગોલ્ડ) બેસ્ટ સ્માર્ટ સિટી એન્ડ અર્બન ડેવલપમેન્ટ ઇનીટીએટીવઝ કેટેગરી માટે સીલેક્ટ કરવામાં આવ્યો હતો. 18મી માર્ચ નવી દિલ્હી ખાતે આ એવોર્ડ રાજકોટ મહાનગરપાલિકાને એનાયત કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા તરફથી રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ.ના ડેપ્યુટી જનરલ મેનેજર રવિ પરમારએ નવી દિલ્હી ખાતે એવોર્ડ સ્વીકાર્યો હતો.
એઆઇ ઇનાબ્લેડ સ્માર્ટ હાઉસીંગ સિસ્ટમ રાજકોટ હેઠળ રાજકોટ સીટી ખાતે વિવિધ હોકર્સ ઝોનમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ કેમેરાનો પ્રોજેક્ટ સ્માર્ટ સિટી અંતર્ગત અમલમાં મુકેલ છે. જેનો મુખ્યત્વે હેતુ કેમેરા દ્વારા અનઅધિકૃત એરીયા પર કોઈ ફેરિયાઓ, શાકભાજી વાળા, લારીવાળા વગેરે હોકર્સ જોવામાં આવે તો તેનું એલર્ટ કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. જેમાં કેમેરામાં વર્ચ્યુઅલ લૂપ બનાવવામાં આવેલી હોય છે. જેના દ્વારા જો અનઅધિકૃત એરીયા પર હોકર્સ જોવામાં આવે તો તે કેમેરામાં જોઈ શકાય છે તથા તેનું અલર્ટ સ્માર્ટ હોકિંગ એપ્લિકેશન પર જોઈ શકાય છે. સ્માર્ટ હોકિંગની વેબ અને મોબાઇલ એપ્લિકેશન પણ ડેવલપ કરેલ છે જેનો ઉપયોગ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા કરે છે. જો કોઈ એલર્ટ આવે તો તે મોબાઇલ એપ્લિકેશન તથા વેબએપ્લિકેશન પર આવી જાય છે. જે તે એરિયામાંએલર્ટ આવેલ હોય ત્યાં દબાણ હટાવ શાખા અનઅધિકૃત દબાણ દૂર કરે છે જેથી કરીને જે એલર્ટ આવેલ હોય તે દૂર થઈ જાય છે. રાજકોટ સીટી ખાતે કુલ-25 હોકર્સ ઝોન લોકેશન પર ટોટલ-50 કેમેરાનું ઇમ્પલિમેન્ટેશન થયેલ છે. જેનો મુખ્યત્વે હેતુ અનઅધિકૃત દબાણ દૂર કરવા માટે અને ટ્રાફીકની સમસ્યા નિવારવા માટે થાય છે.