આબોહવા પરિવર્તન, ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં સુધારો કરવાના કંપનીના પ્રયત્નોથી પ્રોત્સાહક માન્યતા છે

અબતક,રાજકોટ

અદાણી ગ્રૂપની દેશની સૌથી મોટી ખાનગી વીજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની ટ્રાન્સમિશન શાખાએ ક્ધફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી  ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ   2.0ઓ માં એવોર્ડ વિજેતા બની છે. કંપનીને આ એવોર્ડ એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે.આ એવોર્ડ એ એક નોંધપાત્ર સિદ્ધિ છેકારણ કે સી.એ.પી.2.0ઓનો ઉદ્દેશ્ય આબોહવાના જોખમને ઘટાડવા ઉદ્યોગોને મદદ કરવાનો અને આબોહવાને સ્થિતિસ્થાપક બનાવવા માટેની તકોનું અન્વેષણ કરે છે. સી.એ.પી. 2.0ઓ પુરસ્કાર ક્લાઈમેટ મેચ્યોરિટી મોડલ અને યુરોપિયન ફાઉન્ડેશન ફોર ક્વોલિટી મેનેજમેન્ટ મોડલ  ના આધારેઆપવામાં આવે છે.તેમાં આબોહવા પરિવર્તન સામે બિઝનેસ પ્રૂફિંગ માટેની તૈયારીઓના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

અદાણી ટ્રાન્સમિશનને ઓરિએન્ટેડ શ્રેણી હેઠળ આ એવોર્ડ મળ્યો છે. તે એ વાતની પુષ્ટિ કરે છે કે કંપનીની વ્યૂહરચના આબોહવા પરિવર્તનના મુદ્દાઓ અને અસરો સાથે સમન્વયિત છે.આબોહવા જોખમ કંપનીના એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ  નાંપરિબળોમાનું એક છે.આબોહવા પરિવર્તન સામે લડવા સક્ષમ અધિકારીઓઆબોહવા-લિંક્ડ પોર્ટફોલિયોને સંભાળી રહ્યા છેતેમજ સંસ્થાએ ભાવિ જી.એચ.જી. ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો અપનાવ્યા છે. કંપની ને નવીદિલ્હી ખાતેનીતિ આયોગનાનેચરલ રિસોર્સિસ એન્ડ ક્લાઈમેટ ચેન્જનાસલાહકાર  અવિનાશ મિશ્રાએ સી.એ.પી.2.0ઓ એવોર્ડ એનાયત કર્યો.

ATLના MD અને CEO    અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, “સીે.એ.પી.2.0ઓ એવોર્ડ એ આબોહવા પરિવર્તન ઘટાડવા અને ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા તરફના અમારા પ્રયત્નોની પ્રોત્સાહક માન્યતા છે”તેમણેઉમેર્યુ હતું કે ” સી.આઈ.આઈ. સી.એ.પી. 2.0ઓ એવોર્ડ,નેટ ઝીરો, ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ   અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી   જેવી કંપનીની આબોહવા પરિવર્તન ઘટાડવા માટેની અમારી પહેલો અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. કંપની હંમેશા બેસ્ટ ઇન-ક્લાસ સસ્ટેનેબિલિટી-પ્રેક્ટિસમાં બેન્ચમાર્ક સ્થાપિત કરવા પ્રયત્નરત છે અને વૈશ્વિક સ્તરે ઉભરી આવવાનું લક્ષ્ય ધરાવે છે.

ATLની લાંબા ગાળાની પર્યાવરણ-સામાજિક-ગવર્નન્સ (ESG)નીપ્રતિબદ્ધતા વર્તમાનમાં સૌથી વધુ અસરકારક બનીને ઉભરી આવી છે. ATL એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને અનુરૂપ લક્ષ્યોવ્યાખ્યાયિત કર્યા છે. જેમાં મુખ્યત્વે SDG-13 ફોર ક્લાઈમેટ એક્શન છે. કંપનીનું ૠઇંૠ ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય ભારતના રાષ્ટ્રીય યોગદાન (GHG) સાથે સુસંગત છે. ક્લાઈમેટ ચેન્જ પ્રત્યે ATLની પ્રતિબદ્ધતા ક્રિયાલક્ષી NDCવ્યૂહરચના દ્વારા પહેલેથી જ પ્રગટ થઈ છે, જેના પરિણામે તેની આવકના એકમ દીઠ ATLમાં ઘટાડો થયો છે. ATL એ તેના સંચાલન અને સંબંધિત પ્રોજેક્ટ સાઇટ પર આબોહવાના જોખમ અને અસરનું મૂલ્યાંકન કરવા માટે IPCC ના RCP 4.5 (મધ્યમ ઉત્સર્જન) નો ઉપયોગ કરીને આબોહવા દૃશ્ય-આધારિત વિશ્લેષણ હાથ ધર્યું છે. ATLનાણાકીય વર્ષ 2021-22માંનેટ-ઝીરો અને SBTi  1.5 હાંસલ કરવાના માર્ગે પ્રતિબદ્ધ છે.

એ.ટી.એલ.નો ધ્યેય નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં આબોહવા પ્રતિબદ્ધતાઓ સાથે સંરેખિત લક્ષ્યાંકો દ્વારાઇલેક્ટ્રિક યુટિલિટી સેક્ટરના ઈ.એસ.જી.બેન્ચમાર્કિંગ માટે ભારતમાં ટોચની-5 કંપનીઓમાં રહેવાનો તેમજ કુલ વીજળી વિતરણમાં 50% રિન્યુએબલ્સના સ્ત્રોત માટે સહાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને વેગ આપવાનો છે. (AEML) દ્વારા2022-23 સુધીમાં સિંગલ-યુઝ-પ્લાસ્ટિક-ફ્રી (SuPF) પ્રમાણિત કંપનીબનવા જેવી આબોહવા માટેની પહેલો કરવામાં આવી છે.

સી.એ.પી.2.0ઓ એ સીઆઈઆઈ સેન્ટર ફોર એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સી.ઈ.એસ.ડી. દ્વારા વ્યવસાયોને આબોહવા સ્થિતિસ્થાપક બનવા પ્રમોટ કરાતી માન્યતા અને ક્ષમતા વૃદ્ધિ કાર્યક્રમ છે. સીઆઈઆઈ આબોહવા-પરિપક્વતા મોડલના આધારે અને બિઝનેસ એક્સેલન્સ ફ્રેમવર્કના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સીએપી 2.0ઓ વ્યવસાયોને આબોહવા પરિવર્તન સંબંધિત જોખમો અને તકોનું મૂલ્યાંકન કરવામાં અને તેમની લાંબા ગાળાની વ્યૂહરચનાઓમાં શમન ક્રિયાઓને એકીકૃત કરવામાં મદદ કરે છે.   અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ   અદાણી પોર્ટફોલિયોની ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ આર્મ છે. કંપની 18,795 સીકેએમ ના સંચિત ટ્રાન્સમિશન નેટવર્ક સાથે દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, જેમાંથી 15,370 સીકેએમ કાર્યરત છે અને 3,425 સીકેએમ બાંધકામના વિવિધ તબક્કામાં છે. કંપની મુંબઈ અને મુન્દ્રા એસ.ઈ.ઝેડના 12 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપતો વિતરણ વ્યવસાય પણ ચલાવે છે. આગામી વર્ષોમાં ભારતની ઉર્જાની જરૂરિયાત ચાર ગણી થવાની સાથે, કંપની એક મજબૂત અને વિશ્વસનીય પાવર ટ્રાન્સમિશન નેટવર્ક બનાવવા અને રિટેલ ગ્રાહકોને સેવા આપવા અને 2022 સુધીમાં ’સૌ માટે પાવર’ હાંસલ કરવા માટે સક્રિય રીતે કામ કરવા  સંપૂર્ણપણે સજ્જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.