ધોરણ ૧૦ માં અ-૧ ગ્રેડ સાથે ૧૦ માંથી ૧૦ CGPA પ્રાપ્ત કર્યા બાદ ધોરણ ૧૨માં મોદી સ્કુલ (CBSE) માંથી ૯૧.૩૩% માર્કસ સાથે ઉતિર્ણ થઇ હતી અને સ્ટુડન્ટ ઓફ ધી ઇયરનો એવોર્ડ સાથે ૬ એવોર્ડ મેળવેલ છે. સ્પોર્ટસમાં પણ રાજ્યકક્ષા એ બેડમીન્ટનમાં એવોર્ડ મેળવેલ છે ધોરણ ૧૨ પછી સી.એસ. ફાઉન્ડેશનમાં સમગ્ર ભારતમાં ૧૫માં ક્રમે આવી મોદી સ્કુલનુ નામ રોશન કરેલ. હાલમાં ક્લેટની પરિક્ષા માં ૬૦૦૦૦ થી પણ વધુ સ્ટુડન્ટ માંથી ૧૬૯૮નો ક્રમ લઇ ૠગકઞ (ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ગાંધીનગર જેવી ખ્યાતનામ યુનિવર્સીટીમાં નેશનલ ક્વોટામાં એડમીશન મેળવી એક અનેરી સિધ્ધી પ્રાપ્ત કરેલ છે. આ સિધ્ધી માટે ICSI તેમજ કેરીયર લોન્ચર દ્વારા રાજકોટ અને અમદાવાદ ખાતે એવોર્ડ થી નવાજવા માં આવેલ છે. અનેક સિધ્ધી ઓ લઇ મોદી સ્કુલ અને શાહ પરિવાર નુ ગૌરવ વધારેલ છે. આ તમામ સફળતાઓ પાછળ મોદી સ્કુલના શિક્ષણ અને સંસ્કાર અને મોટી બહેન કિંજલ, પિતા મયુરભાઇ શાહનો સિંહ ફાળો છે. અત્રે એક એ પણ નોંધ લેવા જેવી વાત છે કે રાજવીના મમ્મી મીતાબેનની ૧૨ વર્ષની બીમારી અને ૨ વર્ષ પહેલા જેમનુ અવશાન થયેલ છે આવી પરિસ્થીતીમાં પણ સહેજ પણ નાસીપાસ થયા વગર આ સિધ્ધી ઓ મેળવેલ છે.