સેવંત્રા ગામના વતની અને હાલ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે
ઉપલેટાના સેવંત્રા ગામના વતની અને હાલ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નારણભાઈ પેથાણીયાને પોલીસ ચંદ્રક એવોર્ડથી નવાજવામાં આવતા ઉપલેટાનું ગૌરવ વધારેલ.
કાલે ગુજરાત યુનિવર્સિટી ક્ધવેન્શન સેન્ટર જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં અમદાવાદ ખાતે રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજય મંત્રી હર્ષદભાઈ સંઘવી પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના હાજરીમાં યોજાયેલ પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ 2022માં ઉપલેટાના વતની અને હાલ જેતપૂર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પેથાણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પોલીસ ચંદ્રક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
ઉપલેટાનું ગૌરવ વધારતા નારણભાઈ પેથાણીના સમસ્ત આહિર સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ સુવા, નગરપાલીકાના પ્રમુખ મયુરભાઈ સુવા, પૂર્વ પ્રમુખ દાનભા, ચંદ્રવાડીયા, સમાજ શ્રેષ્ઠી ધરણાંતભાઈ સુવા, ડો. પ્રવિણભાઈ ભેડા, વિક્રમભાઈ સુવા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા, નગરપાલીકાના ચેરમેન મનોજભાઈ નંદાણીયા, વિઠલપરા ગ્રુપના દિપકભાઈ સુવા, કિશોરભાઈ સુવા,સહિત આગેવાનો એ શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલેખનીય છે કે નારણભાઈ પેથાણીયાએ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી, લૂંટ, ખઊન સહિતના ભેદો ખોલવામાં સહાયનો ભાગ ભજવ્યો છે.