બેસ્ટ રિસર્ચરનો ઇન્ટરનેશનલ એવોર્ડ એનાયત કરાયો

ગાર્ડી વિદ્યાપીઠ સાથે સંકળાયેલા વી.એમ.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. મમતા પરીખને તાજેતરમાં આઈ.એસ.એસ.એન  ઇન્ટરનેશનલ રિસર્ચ એવોર્ડ દ્વારા ઇન્ટરનેશનલ બેસ્ટ રિસર્ચરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

ડો. મમતાને આ એવોર્ડ તેમના રિસર્ચ પેપર રોલ ઓફ બેઈઝ પ્લેટફોર્મ ટુ પ્રિપેર પર્પટી કે જે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ આયુર્વેદ એન્ડ ફાર્મા રિસર્ચ નામના જર્નલમાં જાન્યુઆરી 2021 ના વોલ્યુમ 09ના પ્રથમ ઈશ્યુમાં પ્રકાશિત થયેલ હતો તેના માટે એનાયત થયો હતો.

ડો. મમતા પરીખ ગાર્ડી વિદ્યાપીઠ સાથે છેલ્લા સાત વર્ષથી એટલે કે સંસ્થાના પાયોનીયર ફેકલ્ટી તરીકે જોડાયેલ છે, તેમજ રિસર્ચના વિષયમાં વિશેષ રુચિ ધરાવે છે.

ડો. મમતા પરીખ, વી એમ મહેતા ઇન્સ્ટિટયૂટ ખાતે વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે ઘણા પ્રયત્નશીલ રહે છે. આ ઉપરાંત તેઓ વિધાર્થીઓને આયુર્વેદના જુદા-જુદા વિષયોમાં રિસર્ચ માટે પ્રોત્સાહિત કરે છે.

ડો. મમતાની આ ઝળહળતી સફળતા બદલત વી. એમ. મહેતા આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ તેમજ આર. એસ. શાહ આયુર્વેદ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો એન. બી. કપોપરા, ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન ડી. વી. મહેતા, સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જય મહેતા અને વાઈસ ચેરમેન કિરણભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.