Abtak Media Google News
  • કોલ્હાપુરના ર 5 જેટલા કલાકારો દ્વારા હિન્દી ફિલ્મોના દેશભકિતના ગીત રજૂ કરશે
  • કાર્યક્રમનું ઉદ્ઘાટન પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાશે

આજે દેશમાં એકતા અને ભાઈચારાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની જરૂરિયાત છે ત્યારે કોલ્હાપુરના ર 5 જેટલા સંગીતકારોએ સાથે મળીને તૈયાર કરેલો હિન્દી ફિલ્મના જાણીતા ગીતો આધારિત જાગો હિન્દુસ્તાની કાર્યક્રમ રાજકોટમાં રજૂ થવા જઈ રહ્યો છે. સ્વર નિનાદ દ્વારા રજૂ થનારા જાગો હિન્દુસ્તાની કાર્યક્રમનું આયોજન જાણીતી સેવાભાવી સંસ્થા જૈન વિઝન દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજે રાત્રે 9:30 થી હેમુ ગઢવી હોલમાં શરૂ થશે. સ્પેશિયલ લાઈટ ઇફેક્ટ અને એડવાન્સ સાઉન્ડ સિસ્ટમ ના ઉપયોગથી રજૂ થનારો કાર્યક્રમ માણવાલાયક છે.

અબતક,ની શુભેચ્છા મુલાકાતમાં અબતકના મેનેજીંગ તંત્રી  સતીષકુમાર મહેતા સાથે વાતચીત કરતા  મિલન  કોઠારીએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્ર ભક્તિની આહલેકમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જૈન વિઝન સંસ્થા દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાયેલા શુરવીરોની યાદ અપાવતો અને દરેક ભારતીયને જોવો ગમે એવા દેશભક્તિના ગીતોથી ભરપૂર જાગો હિન્દુસ્તાની કાર્યક્રમ વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાશે.

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના જણાવ્યાનુસાર આ કાર્યક્રમમાં ઉદ્દઘાટક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈf રૂપાણી ઉપસ્થિત રહેશે ત્યારે પ્રમુખ સ્થાને મેયર ડો. પ્રદીપ ડવ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી ધનસુખભાઇ ભંડેરી ભુપતભાઈ બોદર મનસુખભાઈ ખાચરીયા નીતિનભાઈ ભારદ્વાજ, પુષ્કરભાઈ પટેલ, ડો. દર્શીતા શાહ, મનસુખભાઈ રામાણી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી મનીષભાઈ ચાંગેલા બિહારીભાઇ ગઢવી, નરેશભાઈ લોટીયા, રમેશભાઈ મહેતા જનકભાઈ ઠક્કર વગેરે  ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમના આયોજન માટે જૈન વિઝનને અનેક લોકો તરફથી સહયોગ મળ્યો છે જેમાં જ્યોતીન્દ્રભાઈ મહેતા દામિનીબેન કામદાર નીતિનભાઈ કામદાર જીતુભાઈ ચાવાળા, અનિમેષભાઈ રૂપાણી, દિપકભાઈ પટેલ મિતુલભાઈ વસા, જીતુભાઈ બેનાણી જયેશભાઈ શાહ,  સહિતના સમાવેશ થાય છે.

ભારતની આઝાદીની સુરીલી અમૃત ગાથા સમાન કાર્યક્રમ આઝાદ ભારતના 75 વર્ષની સફર કરાવશે. અત્યાર સુધી માં દેશમાં જાગો હિન્દુસ્તાનીના 3ર 00 જેટલા કાર્યક્રમ થઈ ચૂક્યા છે જ્યારે અમેરિકામાં પણ ર 8 જેટલા શો યોજાયા છે.

આ કાર્યક્રમની સફળતા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને તેમની ટીમના ભરત દોશી જય ખારા ધીરેન ભરવાડા બ્રિજેશ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

જૈન વિઝન આયોજિત જાગો હિન્દુસ્તાની કાર્યક્રમથી અબાલ-વૃદ્ધમાં થાય છે “દેશભક્તિ” નો સંચાર

જૈન વિઝન દ્વારા ધર્મની સાથે-સાથે દેશભક્તિના પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ કરવામાં આવે છે, સમાજના દરેક વર્ગમાં ધર્મના શિક્ષણની સાથે સાથે દેશપ્રેમી ના ગુણ પણ વિકસાવવા જરૂરી છે, દેશમાં એકતા અને ભાઈચારાનો સંદેશો ઘેર-ઘેર પહોંચાડવા ની જરૂરિયાત છે ત્યારે જૈન વિઝન દ્વારા કોલ્હાપુરના ર 5 જેટલા સંગીતકારોને સાથે રાખી હિન્દી ફિલ્મના જાણીતા ગીતો આધારિત જાગો હિન્દુસ્તાની કાર્યક્રમ નું સંકલન કરવામાં આવ્યું છે જેનાથી ધર્મ પાલનની સાથેસાથે દેશભક્તિના સંસ્કારો પણ લોકોને મળી  ભારતીય સંસ્કૃતિ ની થીમ ઉપર જાગો હિન્દુસ્તાની નો કાર્યક્રમમાં રણજીત રાજવીર સીમા જી દેવા પ્લેબેક સિંગર વેદેહી અને પ્રો શુકલના ડિરેક્ટર પદે આ કાર્યક્રમ જોનારની બનો સ્મૃતિમાં કાયમ અંકિત થાય તેવું બની રહેશે સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિની થીમ ઉપર અમૃત મહોત્સવ અંતર્ગત  મહોત્સવ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.