પૂ.ધીરગુરુદેવને વિલેપારલા સંઘ દ્વારા ચાતુર્માસની વિનંતિ: પૂર્વ સરપંચોનું સન્માન
શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં કુ. ભાવના ધંધુકીયા અને મગનભાઇ વાણંદના 9 ઉપવાસ પૂર્ણ થયેલ છે. પાર્થ પ્રફુલભાઇ માળિયાને 8મો ઉપવાસ છે.આગામી ચાતુર્માસ કલ્પ માટે વિલેપાર લા સંઘના સંઘ સેવક સર્વ યોગેન લાઠીયા, ઉમેશ સંઘવી, જગદીશ ઝોસા, ગીરીશ દેસાઇ, ચંદુભાઇ દોશી, હર્ષદ ગાઠાણી, નરેન્દ્ર સંઘવી, માલિનીબેન સંઘવી, લીલાબા ગાઠાણી, તારાબેન અવલાણી તેમજ સેવાભાવી વસંત ગલીયા વગેરેએ વિનંતી રજુ કરેલ. તપસ્વીઓનું બહુમાન કિશોરભાઇ સંઘવી પરિવારે કરેલ. પારલાના સંઘ પ્રમુખ શકુંતલાબેન મહેતાએ ચાતુર્માસ વિનંતીમાં સૂર પુરાવ્યો હતો.શ્રાવક આવશ્યક સૂત્રની લોકાર્પણ વિધિ યોજાયેલ સુરત- વેસુ સંઘ, ધંધુકા સરિતા વિહાર રાજકોટ, ગોંડલ સંઘાણી સંઘ, મોટી મારડ વગેરે સંઘોએ શાસન પ્રગતિ પર્યુષણ ઉજવણી અંકની અર્પણ વિધી કરેલ.કલકતાના શાંતિભાઇ બાટવીયા, ઉપલેટાના અમિતભાઇ શેઠએ હાજરી આપેલ.પુ. ગુરુદેવે ધર્મસભાને સંબોધતા જણાવેલ કે એકટીવ યૌર હાર્ટ, સારા કાર્ય કરવા સંવેદના જગાડો, જે કરવું હોય તે તરત જ કરો.
બેલેન્સ યૌર માઇન્ડ ગમે તે બોલે ગમે તેનું બોલે મન પ્રસન્ન રાખો. કહ્યું છે કે ‘હર દુ:ખ ગલત નહીં હૈ, હર સુખ અચ્છા નહીં હૈ’સુરતના ભરત ગાંધી, ધંધુકાના પ્રમોદ ટીંમાણીયા, ગોંડલના અશોક કોઠારી, સરિતા વિહાર ના હર્ષા મોદી વગેરેએ તપસ્વીઓને શુભેચ્છા પાઠવી હતી.જશાપરના પૂર્વ સરપંચ આલા વરવા સાંજવા, કારૂ દુદા કનારા, સાજણ ખીમા કરમુર અને અજીબેન મથુર ગાગલીયાનું સન્માન કરવામાં આવેલ. ચાતુર્માસ ઘોષણા તા. 16-10 ના રવિવારે સવારે 10 થી 11 કલાકે યોજાયેલ છે.