પોતાના વિસ્તારમાં કોઈ પરિવાર ભૂખ્યા ન સુવે તેવા ધ્યેય સાથે વોર્ડ નં.૧ના કોર્પોરેટર બાબુભાઈ આહિરે શરૂ કરેલી ટિફિન સેવાને મળી રહેલો ભારે જન આશીર્વાદ
કોરોના વાઈરસને ભારતમાં ફેલાતો અટકાવવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા ૨૧ દિવસના લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે. લોક ડાઉન દરમ્યાન જીવન જરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાય ફરજીયાત પણે બંધ કરાવવામાં આવ્યા છે. જેના કારણે બેરોજગાર થઈ ગયેલા શ્રમિકોને ભોજન માટે ફાંફા પડી રહ્યા છે. આવા ભૂખ્યા શ્રમિક પરિવારોની દ્વારા રાજકોટ મહાનગરપાલીકાના જાગૃત ભાજપ કોર્પોરેટર બાબુભાઈ આહિર આવ્યા છે. વોર્ડ નં.૧ના કોર્પોરેટર બાબુભાઈ પોતાના ગ્રુપની મદદથી પોતાના વિસ્તારના ભૂખ્યા શ્રમિકો માટે નિ:શુલ્ક ટીફીન સેવાનો પ્રારંભ કર્યો છે.
લોકડાઉન દરમ્યાન પોતાના વિસ્તારનાં જરૂરીયાતમંદ પરિવારો ભૂખ્યા રહે તો શું ? તેવા વિચાર સાથે કોર્પોરેટર બાબુભાઈ આહિરે ગાંધીગ્રામ વિસ્તારના રાધાકૃષ્ણ મંદિર ખાતે ભોજનની ટીફીન સેવાનો પ્રારંભ કર્યો છે. લોકડાઉનના પ્રથમ દિવસથી શરૂ થયેલી આ ટીફીન સેવા આ વિસ્તારનાં ભૂખ્યા પરિવારો માટે આર્શીવાદ રૂપ સાબીત થઈ રહી છે. જેથી ૨૫૦ લોકોના ટીફીનથી શરૂ થયેલી આ સેવા હાલ ૧૨૦૦ લોકોના ટીફીન સુધી પહોચી જવા પામી છે. આ ટીફીનમાં શાક, રોટલી, દાળ, ભાત અને છાસનો સંપૂર્ણ ગુજરાતી સાત્વિક આહાર વિતરણ કરવામાં આવે છે. જેનો લાભ લેવા દરરોજ મોટી સંખ્યામાં શ્રમિક પરિવારો ઉમટી પડી રહ્યા છે.
સમાજે આપેલુ સમાજને પરત આપવાની ભાવનાથી ભાજપના કાર્યકતાઓ કાર્યરત કમલેશ મિરાણી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે, ભારતીય જનતા પાર્ટીના દરેક સભ્યો, કાર્યકતાઓ હરહંમેશ પ્રજાહીત માટે આગળ રહે છે. સમાજ ને જયારે પણ જરૂર ડે છે. ત્યારે મદદરૂપ થવા આગળ આવે છે. સમાજે મને આપ્યું છે અને મારી હંમેશા ફરજ રહે છે હું પણ સમાજ મદદરૂપ થાવ તેવી ભાવના ભાજપના કાર્યકર્તાઓમાં છે. હાલ કોરોના વાયરસને લીધે સાવચેતીએ સાથેની પાર્ટીમાંથી ચુસ્ત નિયમ સાથે સૂચનાઓ આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા પણ સાવચેતીઓ રખાવાની અને સોશ્યલ ડિસન્ટ્સ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે. તેમજ હાલ વોર્ડ નં.૧માં કોર્પોરેટર બાબુભાઈ આહિર દ્વારા રાધાકૃષ્ણ મંદિર ખાતે રાહત રસોડુ શરૂ કરવામાં આવ્યું છે. રોજના ૧૨૦૦ જરૂરીયાતમંદ માણસો અહીં ભોજનની ટીફીન સુવિધા લઈ રહ્યા છે. અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકો સુધી આ સેવા પહોચાડવામાં આવશે.
ટીફીન સેવા માટે વિસ્તારવાસીઓ પોતાના ઘરેથી રોટલી બનાવીને આપે છે: બાબુભાઈ આહિર
વોર્ડ નં.૧ના ભાજપ કોર્પોરેટર બાબુભાઈ આહિર એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે, સમાજમાં જે મહામારી અત્યારે પ્રસરી રહી છે. તેણે સમગ્ર વિશ્ર્વને તેના સપાટામાં લીધું છે. ભારત સરકાર દ્વારા પ્રજાહીત માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા વિવિધ સંસ્થા દ્વારા તેમજ જાગૃત નાગરીકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અમારા વોર્ડ નં.૧માં રાધાકૃષ્ણ મંદિર ખાતે જરૂરીયાતમંદ લોકોમાટે ટીફીન દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં રોટલી બનાવીને આપવામાં આવે છે.
૧૨૦૦ જેટલા લોકોને ટીફીન દ્વારા ભોજન પૂરૂ પાડવાનું કાર્ય અભૂતપૂર્વ: દિલીપભાઈ પટેલ
વોર્ડ નં.૧ના ભાજપના પ્રભારી અને જાણીતા એડવોકેટ દિલીપભાઈ પટેલએ અબતક સાથે મુલાકાતમાં જણાવ્યું હતુ કે, વોર્ડ નં.૧ના કોર્પોરેટર બાબુભાઈ એ હર હંમેશ જરૂરીયાત મંદ લોકોની સહાય કરવા આગળ રહે છષ ત્યારે તેમના દ્વારા અહી રાહત રસોડાની શરૂઆત કરવામાં આવી છે. રોજનું ૧૨૦૦ માણસો અહી ટીફીનમાં ભોજન લઈ જાય શકે છષ. તેમના કાર્યકતાઓ દ્વારા આ મહત્વપૂર્ણ અને સેવાકીય કાર્યમાં પૂરો સહકાર આપવામાં આવી રહ્યો છે. મારી દાતાઓને વિનંતી છે કે તમે જે કાંઈ પણ સહાય કરવા માંગતા હોય તો વોર્ડ નં.૧માં રાધાકૃષ્ણ મંદિર ખાતે આ નિ:શુલ્ક રસોડુ ચાલુ છે ત્યાં યથાશકિત દાન કરી શકો છે. જરૂરીયાત મંદ લોકો માટે અહીની ટીફીનની ભોજન વ્યવસ્થા કરાવી શકો છો.