દાંડીયા, ટીપ્પણી, મંજીરા,દીવડા, ખંજલી રાસે લોકોને મુગ્ધ કર્યા

જીવનનગર વિકાસ સમીતી વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ નવરાત્રી મહોત્સવ સમીત, મહીલા મંડળના સંયુકત ઉપક્રમે ૩૯માં વર્ષે પ્રાચીન ગરબીમાં અવનવા રાસ-ગરબાથી કલાપ્રેમીઓ મંત્રમુગ્ધ થયા હતા.

મહોત્સવના અલ્કાબેન પંડયાએ ગરબીનો પરિચય આપી સમીતીના કાર્યોની વિગત આપી તેમજ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. સુનિતાબેન વ્યાસે જણાવ્યું હતું કે ગરબામાં બાળાઓના કૌશલ્યને ઘ્યાને રાખવામાં આવે છે. સમીતીના પ્રમુખ અને એડવોકે જયંત પંડયાએ જણાવ્યું હતું કે જીવનનગર ગરબી કોમી એકતાનું પ્રતિક છે. રહીશોની એકતાના કારણે અવિરત કાર્યક્રમો આપવામાં આવે છે.

ગરબીમાં દાંડીયા: ટીપ્પણી, મંંજીરા, દીવડા, બેડા, ખંજરી રાસે લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.

આ સમીતીના જયંત પંડયા, મુકેશભાઇ પોપટ, ડો. તેજસ ચોકસી, નવીનભાઇ પુરોહિત, વિનુભાઇ ઉપાઘ્યાય, પાર્થ ગોહેલ, કેતનભાઇ મકવાણા, વિજયભાઇ જોબતપુત્રા, વી.સી. વ્યાસ, ગોવિંદભાઇ ગોહેલ જયશ્રીબેન મોડેસરા સહીતનાઓ જહેમત ઉઠાવી રહીયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.