37થી વધુ કંપનીઓએ 4ર કોલેજના 1ર00થી વધુ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લીધા: 539 વિઘાર્થીઓનું પ્રાથમિક તબકકાનું સિલેકશન
એ.વી.પી.ટી. કોલેજના પ્રિન્સીપાલ ડી.બી.વાગડીયા, જે.સી. જાવીયા, કે.બી. રાઠોડ, કિશન દવેએ ‘અબતક’ની મુલાકાત લીધી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કે.સી.જી. અમદાવાદ દ્વારા રાજકોટમાં આયોજીત એ.વી.પી.ટી.આઇ. કોલેજના યજમાન પદે યોજાયેલા મેગા જોબ ફેરમાં જાન્યુઆરી 2023 થી માર્ચ ર દરમ્યાન સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી જીલ્લા (નોડ 1,2,10) અંતર્ગત આવતી અંદાજે 4ર કોલેજના વિઘાર્થીઓ માટે 37 થી વધારે સ્થાનીક તથા બહુ રાષ્ટ્રીય (એમ.એ.સી.એસ) કંપનીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરેલ કુલ 629 વિઘાર્થીઓનું પ્રાથમિક તબકકાનું સીલેકશન થયેલ છ. જયારે ઓનલાઇન ઇન્ટરવ્યુ પ્રક્રિયા હજુ ચાલુ છે. ગત તારીખ 9 થી 10 માર્ચના રોજ એ.વી.પી.ટી.આઇ. કોલેજના ઇલેકિટ્રકલ અને ઇ.સી. વિભાગ ખાતે સવારે 8.15 વાગ્યાથી આયોજન કરવામાં આવેલ હતું.
જોબ ફેર 2023 ના ઝોન ઓફીસર એ.એસ.રાઠોડ સબ ઝોનલ ઓફીસર કે.બી. રાઠોડ, નોડલ ઓફિસર ડી.બી. વાગડીયા, નોડલ ઓફીસર જે.સી. જાવીયા તેમજ નોડલ ઓફીસર ભાવિક સુથારએ જણાવ્યું હતું કે આ બન્ને દિવસે ઓફલાઇન પ્લેસમેન્ટની કામગીરી સુચારુ અને સફળ રીતે કરવામાં આવી હતી. જોબ ફેરમાં નીર્મા, આઇ.સી.આઇ.સી.આઇ., આઇ.બી. સિવાલીક ગ્રુપ, રીલાયન્સ સહીત અનેક વિધ કંપનીઓ ઉ5સ્થિત રહી હતી.
માપદંડ ધરાવતી સંસ્થા બની છે. એ.વી.પી.ટી.આઇ. રાજકોટ ખાતે ધો. 10 પછી ચાલતા વિવિધડિપ્લોમા અભ્યાસક્રમો જેવા કે કોમ્પ્યુટર, ઇ.સી. ઇલેકટ્રીકલ, બાયો મેડીકલ, આઇ.સી. કોમ્પ્યુટર એઇડેડ કોસ્ચ્યુમ ડીઝાઇન એન્ડ ડ્રેસ મેકીંગ, આઇ.સી.ટી. તથા રિન્યુએબલ એનર્જી જેવા અદ્યતન કોર્સ કાર્યરત છે.શ્રેષ્ઠ અભ્યાસ સાથે શ્રેષ્ઠ પ્લેસમેંટ તથા શ્રેષ્ઠ નુતન ઉઘોગ સાહસિકોનું જતન કરતી સૌરાષ્ટ્રની અગ્રગણ્ય ડિપ્લોમાં કોલેજ રાજકોટના હાર્દ સમા વિસ્તારમાં અને સીટી બસ તેમજ એસ.ટી. બસ સ્ટોપથી તદન નજીક અને સાથે જ કોલેજના વિસ્તારમાં જ નજીવી ફી થી રહેવાની સગવડ માટે સરકારની પોતાની જ ર બોયઝ અને 1 ગર્લ્સ હોસ્ટેલ ધરાવે છે.
એમ.વાય.એસ.વાય. ડીજીટલ ગુજરાત અંતર્ગત વિવિધ સ્ટેટ અને નેશનલ સ્કોલરશીપ વિઘાર્થીઓ મેળવી શકે છે. એંજીનીયરીંગ ના વિઘાર્થીઓ બિઝનેસ કરી શકે તે માટે સંસ્થા ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ યોજનાનું સૌરાષ્ઠ્ર કચ્છ ખાતેનું રીજીયોનલ સેન્ટર તદઉપરાંત સૌરાષ્ટ્ર ખાતેનું ડિઝાઇન ઇનોવેશન સેન્ટર સ્પોક સેન્ટર પણ એ.વી.પી.ટી.આઇ. ખાતે કાર્યરત છે. જેમાં વિવિધ તજજ્ઞો દ્વારા યુવા ઉઘોગસાહસિકો અને વિઘાર્થીઓને પ્રેકટીકલ તાલીમ પૂરી પાડે છે. અને નવી ડીઝાઇન પેટન્ટ અને વ્યવસાયિક રીતે ઉત્પાદન કરી શકે તે માટે નાણાકિય સહાય અને માર્ગદર્શન આપે છે.
સંસ્થા ખાતે કંપનીઓના પ્લેટમેન્ટ માટે ઇન્ટરવ્યુ ની તૈયારી માટે તેમજ પર્સનાલીટી ડેવલપમેન્ટ માટે ફીનીશીંગ સ્કુલ પણ કાર્યરત છે.જોબ ફેર ના સમાપન કાર્યક્રમમાં સમગ્ર જોબ ફેર ઝોનલ ઓફીસર સબ ઝોનલ ઓફીસર ઝોનલ ઓફીસર, સહભાગી થયેલ વિવિધ કોલેજના ટ્રેનીંગ પ્લેસમેન્ટ કમીટી ચેમ્બર્સ અને જોબ ફેરના આયોજન માં સામેલ વિઘાર્થીઓની ટીમ જોબ ફેરમાં નોકરી મેળવ્યા બદલ શુભેચ્છઓ આપવામાં આવેલ હતી. તથા અભૂતપૂર્વ સહકાર માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવેલ.ત્યારે વધુ માહીતી આપવા એ.વી.પી.ટી. કોલેજના પ્રિન્સીપાલ ડી.બી. વાગડીયા, જે.સી. જાવીયા, કે.બી. રાઠોડ, કિશન દવેએ ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી.