સ્થાનિક યુવાનો ન મળતા હવે આયાતી આતંકીઓને સક્રિય કરવા પાક. વલખા મારે છે

આ વર્ષે માર્ચ માસમાં જ  ૪૧૧ વાર  હિંસા

સમગ્ર વિશ્ર્વમાં અત્યારે કોરોના સંક્રમણના હાહાકાર વચ્ચે માનવજીવનને આ કપરી પરિસ્થિતિમાંથી ઉગારવા માટે આખુ વિશ્ર્વ કામે લાગ્યું છે ત્યારે પાકિસ્તાન એલ.ઓ.સી. ઉપર ફરીથી આતંકી પ્રવૃત્તિઓના ઉંબાડિયાઓ કરી રહ્યું છે. અને સીમાપાર આતંકીઓનું માળખુ અને ભારતમાં આતંકીઓ ઘુસાડવાની પેરવી શરુ કરી ચુકયું છે.

ગયા મહિને એકા એક શરુ થયેલી આ ગતિવિધિઓએ નાપાક આતંકીઓ ફરીથી સક્રિય થયા હોવાના સંકેતો મળ્યા હતા. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ સતત હિંસાચાર સાથે ગુપ્તચર વિભાગે એવું નોઘ્યું હતું કે આ વર્ષે સ્થાનીક ધોરણે આતંકીઓની ભરતીનું પ્રમાણ પણ ઘટયુઁ હતું. આ વર્ષે માત્ર છ કાશ્મીરી યુવાનોને આતંકી તરીકે વટ લાવવામાં આવ્યા હતા.

નાપાક ગતિ વિધીઓ અંગે અત્યંત આધારભુત વર્તુળોમાંથ એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં ફરીથી ટ્રેનીંગ કેમ્પ અને સરહદ ઉપર આતંકીયોના લોન્ચ પેડનો ધમધમાટ શરુ થયું છે. અને તાલીમ પામેલા આતંકીઓને ભારતમાં ધુસાડવા માટે યોગ્ય સમયની રાહ જોવાઇ રહી છે.

તાજેતરમાં જ ક્ષેત્ર ભારતના સ્પેશ્યલ ફોર્સના પાંચ સૈનિકો આતંકીઓના ઘર્ષણમાં શહીદ થયા હતા. આ ઘટનામાં સ્પષ્ટ પણે પાકિસ્તાનનું હાથ હોવાનું સાબિત થયું છે. આ ઓપરેશનમાં ફુડ પેકેટ અને અન્ય વસ્તુઓ પરથી આતંકીઓ પાકિસ્તાનના હોવાનું સ્પષ્ટ થયું હતું.

એક તરફ સમગ્ર વિશ્ર્વ કોરોનાની મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે તેવા વખતે પાકિસ્તાન ખીણ વિસ્તારમાં કાબુમાં આવી ગયેલા આતંકને ફરીથી પલીતો ચાંપવાની પૈરવીમાં લાગી ગયું છે.

શ્રીનગર સ્થિત કેમ્પ કમાન્ડર લેફટર્ન જનરલ બી.એસ. રાજુએ જણાવ્યું હતું કે આ ઘટના પાકિસ્તાનની મલીન વૃત્તિનો પુરાવો ગણી શકાય. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ૧૪૧ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જે ગયા વર્ષના ૧૫૨ ના આંકડાથી ઘણું ઓછું છે. એલઓજી અને સરહદની વાડ કે જે અત્યારે બરફથી બંધાઇ ચુકી છે ત્યાંથી આતંકીઓને ભારતમાં ધુસેડવાની  પૈરવી થાય તેવું માનવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનમાં પણ કોવિંદ-૧નાં સંક્રમણનો વાયરો ચાલી રહ્યો છે પરંતુ સેનાની તૈનાતી કોવિંદ- સંક્રમણમાં હોવા છતાં આપણને એક જરાપણ દેખાતું નથી કે સરહદ પર આતંકની પ્રવૃત્તિ ઓછી થઇ હોય.

આ વર્ષે માર્ચ મહિના સુધીમાં સરહદ પર પાકિસ્તાન દ્વારા ૧૧૯૭ વખતા સીઝફાયર ભંગ કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં જ ૪૧૪ વાર હિંસા નોંધાઇ છે સુરક્ષા દળોના મત મુજબ માર્ચ મહિનામાં નોંધાયેલા. ૨૬૭ જેટલી હિંસક ઘટનાઓને જોતા પાકિસ્તાનના આતંકવાદીઓ મોટાપાયે ધુષણખોરી કરવાની પેરવીમાં હોય તેવું લાગી રહ્યું છે. કાશ્મીર ખીણમાં સંગીત વ્યવસ્થાને લઇને સ્થાનીક ધોરણ આતંકીઓ તરીકે ભરતી થવાનું પ્રમાણ ઘટયું છે ત્યારે આયાતી આતંકીઓને સક્રિય કરવા પાકિસ્તાન વલખા મારી રહ્યું છે. ગયા વર્ષે ૧૧૯  યુવાનોએ હથિયાર  ઉપાડયા હતા આ વખતે માત્ર છ યુવાનો આતંકી બનવા દેશ વિરોધી તત્વો સાથે હાથ મિલાવ્યો છે આ છમાંથી બે-બે અનંતનાગ અને સોપિયા અને ૧-૧ કુલગામ અને પુલવામાં ના હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.