કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા અને રોગપ્રતિકારકશક્તિ વધારવા લોકો આયુર્વેદ તરફ ઢળ્યા છે. સાથે સાથે આયુર્વેદનો પ્રચાર-પ્રસાર પણ વધી રહ્યો છે. ‘અબતક’ ચેનલનો વિશેષ કાર્યક્રમ આયુર્વેદ આજ નહિં તો ક્યારે ? અંતર્ગત રાજકોટ વૈદ્ય સભાના આયુર્વેદાચાર્ય ડો.ગૌરાંગ જોષી અને ડો.આશિષ પટેલ દ્વારા ‘વિરૂધ્ધ આહાર’ એટલે શું ? અને તેનાથી થતા રોગો વગેરેની જાણકારી તાજેતરમાં રજૂ કરવામાં આવ્યો હતો જે અહીં રજૂ કરવામાં આવ્યો છે.
વિરૂધ્ધ આહાર વિષે ડો.ગૌરાંગ જોષીએ જણાવ્યું હતું કે ખાસ કરીને ચામડીના રોગો થવામાં વિરૂધ્ધ આહાર મોટો ભાગ ભજવે છે અને તેમાં પણ ‘સફેદ ડાઘ’ કે જે ગુજરાતીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
એક સર્વે પ્રમાણે સો માંથી આઠ ગુજરાતીઓમાં આ રોગ જોવા મળે છે. જે દ્રવ્ય અન્ન-પાન-ઔષધ કે ક્રિયા, વાયુ, પિત અને કફના પ્રાકૃત ગુણ હોય તેમાં વિકૃતિ ઉત્પન કરે અને તેને શરીરની બહાર ન કાઢે અને વિકૃત થયેલા દોષો જ્યારે શરીરના અન્ય ભાગોમાં જાય ત્યારે એ રોગ પેદા કરે છે. વિરૂધ્ધ આહારને એક પ્રકારનું ઝેર ગણવામાં આવ્યું છે.
વિરૂધ્ધ આહાર વિશે વિસ્તૃત પ્રકાશ પાડતા ડો.આશિષ પટેલે જણાવ્યું હતું કે સતર પ્રકારના વિરુધ્ધ આહાર દર્શાવવામાં આવ્યા છે. જેમાં પંજાબી, ચાઇનીસ વગેરે જેવી વેરાયટીઓ દેશ આહાર ગણવામાં આવ્યો છે. ફ્રૂટ અને દૂધ વિરુધ્ધ છે, છાસ-દહીં, મિઠાઇ વગેરે વિરુધ્ધ છે.
દરેક પ્રાંતની આબોહવા અનુરૂપ ખોરાકની પરંપર જે ચાલી આવે છે અને તેમાં ખાસ કરીને દરેક પ્રાંતમાં ખવાતા ખોરાક વિરુધ્ધ જઇ અન્ય ખોરાક ખાવો તે પણ વિરુધ્ધ ખોરાક કહી શકાય છે. દા.તા.ભેજવાળા વાતાવરણમાં રહેવાવાળા લોકો ઠંડો ખોરાક ખાય અથવા તો ગરમીની ઋતુમાં ગરમ ખોરાક ખાવો તે બધો વિરુધ્ધ આહાર કહેવાય છે. આમ સત્તર પ્રકારના વિરુધ્ધ આહાર છે. આયુર્વેદમાં આમની વ્યાખ્યા કરાઇ છે. જ્યારે વિરૂધ્ધ આહાર કરીએ ત્યારે પાચન તત્વ અને મળ બને છે. આ બંને સિવાય એક તત્વ બને છે તેને આપણે ‘આમ’ કહીએ છીએ.
જે ‘આમ’ શરીરની જે સિસ્ટમમાં જાય ત્યાં રોગ ઉત્પન કરે છે. જેને આમ રોગ કહેવાય છે. તેમ પણ ડો.જોષીએ ઉમેર્યું હતું.
જ્યારે લગ્ન પ્રસંગ કે અન્ય જગ્યાએ અનેક પ્રકારની વાનગીઓ ખાધા પછી છેલ્લે આઇસ્ક્રીમ વગેરે બધું જ વિરૂધ્ધ આહાર છે અને સૂર્યાસ્ત પહેલા જમવામાં આવતો ભારે ખોરાક રોગ ઉત્પન કરે છે કારણ ભારે ખોરાક પચવામાં ખૂબ મુશ્કેલ છે.
‘બુફે’ જમણવાર અંગે ડો.જોષીએ જણાવ્યું કે ‘બુફે’માં પણ અઢળક વાનગીઓ હોય સામાન્ય રીતે જોઇએ તો મોટાભાગની વાનગીઓ વિરુધ્ધ આહાર હોય છે. પાચનશક્તિમાં અગ્નિ મુખ્ય હોય છે. પરંતુ અગ્નિ તત્વ જેનામાં ઓછી હોય તેઓને ભારે ખોરાક પાચન કરવામાં મુશ્કેલી થાય છે. આખરે રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. વિરુધ્ધ આહારથી થતા રોગો વિશે જણાવતા ડો.પટેલે જણાવ્યું હતું કે ભગંદર, અંધાપો, લોહીની ઉણપ, નપુંશકતા, જલોધર, ચામડીના રોગો, ચક્ક આવવા, માનસિક તનાવ, ડાયાબીટીસ અને હૃદયરોગમાં પણ વિરુધ્ધ આહાર ભાગ ભજવે છે અને ઇમ્યુનીટીને પણ વિરુધ્ધ આહાર અસર કરે છે. જઠરાગ્નિનું રક્ષણ કરવા માટે વ્યાયામ જરૂરી છે. વિરુધ્ધ આહારથી થતા રોગ ટાળવા ‘લંઘન’ જરૂરી છે. ભારે ખોરાક લીધા પછી ઉપવાસ કરવો, પંચકર્મ કરવું જરૂરી છે. આયુર્વેદમાં 6 ટેસ્ટની નોંધ છે. આમ છ ટેસ્ટ લેવા જોઇએ જેમકે બપોરે 1 વાગ્યા સુધીમાં ભોજન લેવું જોઇએ. પરંતુ સાંજે હળવો ખોરાક લેવો જોઇએ અને જમ્યા પછી વધારે કંઇ ખાવું જોઇએ નહીં વગેરે નિયમિત ભોજન, શરીરની નિયમિતતા વગેરે જરૂરી છે.
ભોજન સમયે એકાગ્રતા જાળવવા માટે મોબાઇલ, ટી.વી. વગેરેનો ત્યાગ કરવો જોઇએ. કારણ કે ભોજન સમયે ધ્યાન માત્ર ભોજનમાં જ કેન્દ્રીત હોવું જોઇએ જેથી પાચન તંત્ર સારી રીતે થઇ શકે અને ભોજનને ખૂબ ચાવવું જોઇએ આયુર્વેદના નિયમ પ્રમાણે ખોરાકને પાણીની જેમ અને પાણીને ખોરાકની જેમ પેટમાં ઉતારવું એ જ સાચી ભોજન લેવાની વ્યાખ્યા છે. અન્યથા રોગનો ભોગ બની શકીએ ખરા અને મોટા ભાગના રોગો પેટના દર્દોથી જ થતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
કેમિકલ્સયુક્ત કોલ્ડ્રીંક્સ શરીર માટે હાનીકારક છે. કારણ વગર કોઇ રોગ થતો નથી જેથી આયુર્વેદનું પહેલું સૂત્ર છે નિદાન, કંટોળા, વીટામીન-બીથી ભરપૂર હોય છે.
માણસની જીવન પધ્ધતિ દિન-પ્રતિદિન બદલાતી રહી છે. જીવનમાં પૈસા કમાવાની આંધળી દોટ વગેરે રોગ તરફ પણ લઇ જઇ શકે. પરંતુ વધુ મહેનત શરીરની સાચવણમાં કરવી જરૂરી છે અને ખાસ કરીને યુવાનોએ ભાવે તે નહીં પરંતુ ફાવે તે ખાવાના સિધ્ધાંતને અપનાવવો જોઇએ.
સૌરાષ્ટ્રવાસીઓએ ખાસ કરીને ઘઉ, બાજરો, લીલા શાકભાજી અને તેમાં પણ (સીઝનલ), અથાણા, દાળ-ભાત, છાસ વગેરે સંપૂર્ણ ખોરાક કહી શકાય અને આ બધુ બેલેન્સ થાય તો રોગમુક્ત રહી શકીએ ખરા. ખાસ કરીને આપણી પરંપરાગત ભોજન વ્યવસ્થાને અપનાવીએ, વ્યાયામ કરીએ, વહેલા ઉઠી અને વહેલા ઉંઘ કરીએ વગરે કેમિકલયુક્ત કોલ્ડ્રીક્સથી દૂર રહીએ તો રોગ દુર ભાગશે તેમ અંતમાં બંને તબીબોએ જણાવ્યું હતું.