વિશ્ર્વની ૩૫૦થી વધુ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ સર્વેમાં લીધો ભાગ: આવનારા સમયમાં બેંકોએ તેની કાર્યપ્રણાલી, ડિઝાઈન, ઓપરેશન અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે
ડિજિટલ ઈન્ડિયા યોજનાને પ્રોત્સાહન આપવા જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્ય કરી રહ્યા છે ત્યારે બેંગ્લોરની કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે, વિશ્વની માત્ર ૧૭ ટકા જ બેંકો ડિજિટલાઈઝ થઈ છે બાકી રહેતી ૮૩ ટકા બેંકો હજુ સુધી ડિજિટલ થઈ નથી. સર્વેનાં તારણ અનુસાર જે બેંકો આવનારા સમયમાં હરણફાળ ભરવા માંગતી હશે તેઓએ ડિજિટલ થવું અનિવાર્ય છે જેનાં માટે બેંકો તથા અન્ય નાણાકીય સંસ્થાઓએ તેમની કાર્યપ્રણાલી, ડિઝાઈન, ઓપરેશન અને ટેકનોલોજી પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
વિશેષરૂપથી વાત કરવામાં આવે તો ભારતની અનેક બેંકો પૂર્ણત: ડિજિટલાઈઝ થઈ નથી જેનાં પરિણામ સ્વરૂપ બેંકનો લાભ લેતા લાભાર્થીઓને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. ચોંકાવનારા ખુલાસો સામે આવી રહ્યો છે કે, વિશ્વરૂ ની માત્ર ૧૭ ટકા જ બેંકો ડિજિટલાઈઝ થવાનાં કારણે તેની યોગ્ય અસર થવી જોઈએ તે થઈ શકતી નથી ત્યારે પ્રશ્ન એ પણ ઉદભવિત થાય છે કે એવું તો શું કારણ છે કે અન્ય બેંકો ડિજિટલાઈઝ થઈ શકી નથી. નાણાકીય સંસ્થાઓ વિશે જો વાત કરવામાં આવે તો માત્ર ૧૪ ટકા સંસ્થા જ માને છે કે, માત્ર તેઓ જ ઈનોવેશન પાયોનિયર છે. જયારે ૫૧ ટકા લોકો પોતાની મેઈન સ્ટ્રીમ હોવાનું જણાવાયું છે.
સર્વેમાં જણાવ્યા અનુસાર બેંકો ડિજિટલાઈઝ ન હોવાનાં કારણે ગ્રાહકોને અનેકવિધ પ્રકારે તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા અનેકવિધ લાભાન્વિત યોજનાનાં કારણે બેંકોને વધુને વધુ ડિજિટલાઈઝ કરવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. વિશ્વની ૧૭ ટકા જ બેંકો જયારે ડિજિટલાઈઝ થઈ હોય તો મુખ્ય પ્રશ્ર્ન એ છે કે, ભારતની કેટલી બેંકો ડિજિટલાઈઝ થઈ હશે ? ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ફરીથી ધમધમતી કરવા અને કેશલેશ ઈકોનોમી તરફ આગળ વધવા મહત્વપૂર્ણ બેંકોએ ડિજિટલાઈઝ થવું પડશે તો જેથી દેશને અડચણરૂપ તમામ કાર્યો પૂર્ણ થશે અને વધુને વધુ લોકો અને દેશ તેનો લાભ મેળવી શકશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સ્વપ્ન જોવામાં આવ્યું છે તે ત્યારે જ પૂર્ણ થશે જયારે બેંકો પૂર્ણત: ડિજિટલાઈઝ થશે અને કેશલેશ ઈકોનોમી તરફ પગલા માંડશે.