પાંચ એવી રાશિ છે જેના જાતકો મનના ભાવ જાહેર થવા દેતા નથી
21મી સદીના વિશ્ર્વમાં ભલે દુનિયા આખી ડીજીટલ મોડ ઉપર આંગળીના ટેરવે ઉપલબ્ધ થઇ ગઇ હોય વિજ્ઞાન અને સંશોધન અત્યારે દરેક વસ્તુ ઉજાગર કરવા ઉપયોગી થાય છે પણ હજુ મનની ભાવના સ્વભાવ અને વ્યક્તિના ચહેરા-મહોરા અને ફિંગરપ્રિન્ટની જેમ વ્યક્તિગત અલગ-અલગ વિવિધતા સ્વભાવમાં પણ લાગૂ પડે છે. ઘણાં લોકો સરળ હોય ઘણા એવા હોય કે પોતાની લાગણી વ્યક્ત થવા દેતાં નથી. મનમાં શું છે તે કળી શકાતું નથી. આવી વ્યક્તિનો વિશ્ર્વાસ કરવો કે નહીં ? એવી ઘણી વખત મુંઝવણનો વિષય બની જાય છે.
રાશિ મુજબ વ્યક્તિના ગુણો હોય છે. રાશિ મુજબ લોકો એકબીજા સાથે વર્તન કરે છે. જ્યોષિત શાસ્ત્રીઓ એવી પાંચ રાશી અલગ તારવી છે જેના જાતક પોતાના મનની ભાવના વ્યક્ત થવા દેતા નથી. બીજા શબ્દમાં આવા લોકો માટે જાડી ચામડીના લોકો કહી શકાય. અહીં એવી પાંચ રાશી ઉજાગર કરવામાં આવી છે જેમાં જાતકો મનની ભાવના મનમાં જ રાખે છે.
તુલા: તુલા રાશિના વ્યક્તિઓ પોતાની સમસ્યા, મુદ્ાઓ, લાગણી ઓનો બીજા પર બોજ માંગતા નથી. તેઓનું એવું માનવું છે કે મારૂ કર્યું મારે જ પાર પાડવું. હકીકતમાં આવા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે પરંતુ પોતાના મન વર્તુળમાં કોઇને પ્રવેશ કરવા દેતા નથી. નજીકના લોકોને પણ પોતે શું ઇચ્છે છે તેની ખબર પડવા દેતા નથી.
મિથુન: મિથુન રાશિવાળાનું વ્યક્તિત્વ મિલનસાર અને સામાજીક રીતે અનૂકૂળ હોય છે. પરંતુ તેઓ ઘણી બાબતો છૂપાવી રાખે છે. પોતાના જીવન વિશેની વિગતો ક્યારેય જાહેર કરતા નથી. પોતાની નબળાઇ બીજા સામે ઉજાગર ન થઇ જાય તેનું ધ્યાન રાખે છે. આવા લોકોને કોઇ લાગણીથી દુ:ખ પહોંચાડે છે તો મનમાં ગુસ્સો કરી લે છે પણ ગુસ્સો જાહેર થવા દેતા નથી.
મકર: મકર રાશિના લોકો પોતાની લાગણીઓ જાહેર ન થાય તેવું સતત ઇચ્છે છે. પોતાની દુનિયામાં કોઇને એન્ટ્રી નથી. પોતાની લાગણી જાહેરમાં પ્રદર્શિત કરવાના વિરોધ્ધી છે. તેઓ માને છે કે નબળાઇ જાહેર કરવી ન જોઇએ. સંવેદનશીલ આ સમયમાં પરવડે નહીં. પરંતુ જો કોઇ વ્યક્તિ નજીક આવે અને લાગણી જીતવામાં સફળ થાય તો મકર રાશિ ધરાવતાં લોકો પોતાની લાગણીના સંકેત આપે છે. આખુ મન ખોલતાં નથીં.
કુંભ: કુંભ રાશિના જાતકોનું વ્યક્તિત્વ ભરેલા ઘડા જેવું છે. જેની નજીક હોય તેના ઉપર સંપૂર્ણ ભરોસો કરે છે. પરંતુ પોતાની લાગણી બતાવવામાં કે જાણવામાં રસ લેતાં નથી. મન ભરેલું હોય પણ ગમે તેટલું મનાવે પણ મનના ભાવ જણાવતાં નથી.