ઠંડીની ઋતુ શરૂ થઈ નથી કે મુંબઈની શેરીઓમાં સ્ટ્રોબેરીએ આગમન કર્યું ની. આમ તો છેલ્લા એક મહિનાી માર્કેટમાં સ્ટ્રોબેરી મળવાનું શરૂ ઈ ગયું છે, પરંતુ સામાન્ય માણસને પોસાય એવા ભાવે મળવાનું હમણાં થોડા સમય પહેલાંથી જ શરૂ યું છે એમ કહીએ તો પણ ખોટું ની. ઘણા લોકો હમણાં ક્રિસમસના વેકેશનમાં સ્પેશ્યલી મહાબળેશ્વર સ્ટ્રોબેરી ખાવા માટે જ ગયા હશે. સ્ટ્રોબેરી જેવું ફળ મહારાષ્ટ્રની ધરતી પર જ ઊગે છે અને આયુર્વેદ મુજબ જે ધાન કે ફળ આપણી ધરતી પર ઊગતું હોય એ આપણા શરીરને સૌથી વધુ ફાયદો કરે છે. સ્ટ્રોબેરી દરરોજ લગભગ એક વાટકી ભરીને ખાઈ શકાય, જેમાં ગણીને મોટી હોય તો ૪ અને નાની હોય તો ૬ નંગ જેટલી સ્ટ્રોબેરી હોય એનું ધ્યાન રાખવું. જોકે ખૂબ મોટી કે સાવ નાની સ્ટ્રોબેરી કરતાં મધ્યમ કદની સ્ટ્રોબેરી વધુ હેલ્ધી ગણાય.

c2573adf9ad31d97833cdfb564ef48bf e1493379542239જોકે કેમિકલયુક્ત ફર્ટિલાઇઝર પકવેલી હોય એવી અને વેચવા માટે લાલ રંગમાં બોળીને કલર કરવામાં આવી હોય એવી નકલી સ્ટ્રોબેરીી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે. સ્ટ્રોબેરી જોકે ફ્રોઝન રીતે સુપર માર્કેટમાં મળે છે, પરંતુ આરોગ્યની દૃષ્ટિએ એને ત્યારે જ ખાવી જોઈએ જ્યારે એની સીઝન હોય. આ ફળ એવું છે જેમાં ભરપૂર પાણી અને ફાઇબર્સ છે. એની સો અઢળક પોષક તત્વો છે જે વ્યક્તિને જુદા-જુદા રોગોી બચાવે છે અને જેને એ રોગ હોય તેને એના પર કાબૂ રાખવામાં મદદરૂપ થાય છે.

બ્લડ-પ્રેશર

સ્ટ્રોબેરીમાં રહેલું પોટેશિયમ બ્લડ-પ્રેશરને રોકવાની ક્ષમતા ધરાવે છે. જે લોકોને ઑલરેડી બ્લડ-પ્રેશર છે તે લોકો પણ એના નિયંત્રણ માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે અને જેમને વાની શક્યતા છે તે લોકો એનાી બચવા માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે, કારણ કે શરીરમાંનું પૂરતું પોટેશિયમ સોડિયમની અસરને ઓછી કરે છે. જેવી રીતે કોઈ વ્યક્તિના શરીરમાં વધુ માત્રામાં સોડિયમ હોય ત્યારે તેને બ્લડ-પ્રેશર થાય છે એ જ રીતે જે વ્યક્તિના શરીરમાં પોટેશિયમની કમી હોય છે તેને પણ બ્લડ-પ્રેશરનો ખતરો વધુ રહે છે. આપણા શરીરને દરરોજ ૪૭૦૦ મિલીગ્રામ પોટેશિયમની જરૂર રહે છે.

હાર્ટ-ડિસીઝ

ઇંગ્લેન્ડની હાર્વડ યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ અઠવાડિયામાં ત્રણ વાર એક કપ સ્ટ્રોબેરી ખાનારી સ્ત્રીઓ પર હાર્ટ-પ્રોબ્લેમ્સનું રિસ્ક ૩૨ ટકા જેટલું ઘટી જાય છે. એ બાબત સહમત તાં ડાયટિશ્યન  કહે છે, હાર્ટની નળીઓ કોલેસ્ટરોલને કારણે બંધ ઈ જાય ત્યારે એ અમુક રીતે ફૂલે છે એ અસરી સ્ટ્રોબેરીનાં તત્વો એને બચાવે છે. આ ઉપરાંત એ ખાવાી બ્લડ-પ્રેશર ક્ધટ્રોલમાં રહે છે. વળી એક પ્રકારનું ઍમિનો ઍસિડ છે જે લોહીની નળીને અંદરી ડેમેજ કરે છે. આ ઍમિનો ઍસિડની માત્રાને સ્ટ્રોબેરી ઘટાડી શકે છે.

કેન્સર

કેન્સર સામે લડી શકતાં સ્ટ્રોબેરીનાં તત્વો વિશે વિસ્તારી સમજાવતાં ડાયટિશ્યન કહે છે, આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તો એમાંી પોષક તત્વો શરીરમાં ભળી જાય છે અને બાકીનો બચેલો પર્દા વેસ્ટ હોય છે, જે શરીરનાં અલગ-અલગ માધ્યમી બહાર નીકળી જવો જરૂરી છે. જ્યારે એ બહાર નીકળતો ની ત્યારે એને ફ્રી રેડિકલ્સ કહે છે જે શરીરમાં ફરતા રહે છે અને કેન્સરને નિમંત્રણ આપે છે. સ્ટ્રોબેરીમાં રહેલાં તત્વો આ ફ્રી રેડિકલ્સને બાંધી દે છે, જેને કારણે એ વેસ્ટ તરીકે શરીરમાંથી બહાર ફેંકાઈ જાય.

કબજિયાત

સ્ટ્રોબેરીના બીજા ફાયદા જણાવતાં ડાયટિશ્યન કહે છે, સ્ટ્રોબેરીમાં રહેલું પાણી અને ફાઇબર પાચનપ્રક્રિયા માટે ખૂબ જ ઉપયોગી છે. વળી શિયાળા જેવી ઋતુમાં જ્યારે પાણી ઓછું પીવાય છે ત્યારે એ શરીરને પાણી પૂરું પાડે છે. કબજિયાત, ગેસ, અપચો જેવી કોઈ પણ પ્રકારની પાચનની ક્રિયા માટે એ ઘણું જ ઉપયોગી છે.વળી જે વ્યક્તિનું પાચન સારું હોય છે તે વ્યક્તિની અંદર પોષણ પણ પૂરતું હોય છે. એને કારણે તેની અંદર વિટામિન કે મિનરલ્સ જેવાં પોષક તત્વોની કમી રહેતી ની. વળી ખોરાકનું પાચન સારું થાય તો વ્યક્તિના શરીરમાં ફેટ્સ વગર કારણે જમા તી ની. આમ સંપૂર્ણ રીતે વ્યક્તિ સ્વસ્ રહી શકે છે.

ડાયાબિટીઝ

સ્ટ્રોબેરીને કારણે લોહીમાંની શુગર ઘણી ક્ધટ્રોલમાં રહે છે. જે ડાયાબિટીઝના દરદી છે તે અને જેમના ઘરમાં કોઈને ડાયાબિટીઝ છે તે પણ વગર કોઈ રોકટોક સ્ટ્રોબેરી ખાઈ શકે છે. બસ, ધ્યાન એ રાખવું જોઈએ કે સ્ટ્રોબેરી ક્યારેય જમવાની સો લેવામાં ન આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.