આમ તો કપુર ખાસ પૂજા માટે ઉપયોગી થતુ હોય છે. પરંતુ તે તમારા વાળ માટે અદ્ભૂત ઔષધી છે. કપુર વાળ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી તમને રાહત અપાવશે. તેમાં એન્ટિસેપ્ટિક, એન્ટિ-ફેગલ અને એન્ટિ-ઇન્ફલામેટરી તત્વો રહેલા છે. જે વાળ માટે ખૂબ જ પોષણકારક છે.
– વાળ વધારવામાં મદદરુપ
પોતાની સૂદિંગ પ્રોપર્ટીના કારણે કપુર સ્કેલ્પની નશોને રિલેક્સ કરી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. અને તેથી તમારા વાળનો ગ્રોથ વધે છે. માટે અઠવાડિયામાં ઓછામાં ઓછુ ૨ વખત બદામ અથવા નારિયેળના તેલને નવશેકુ ગરમ કરી તેમાં કપૂર મિક્સ કરી સુતા પહેલા લગાવો, સવારે શેમ્પુ કરો.
– ખરતા વાળ અટકાવો
તમારા વાળને મજબૂતી આપીને તેને ખરતા અટકાવે છે. આ પરેશાનીથી બચવા માટે ઇંડાના પીળા ભાગને સરખી રીતે ફેટી તેમાં એક કપુર મિક્સ કરી સ્કેલ્પ પર અને વાળ પર લગાવો, વીકમાં બે વખત આવું કરી શકો છો.