હાલ હવામાન વિભાગ મુજબ ગુજરાતભરમાં આગામી ૪ દિવસ દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેથી જામનગર શહેરમાં પણ સામાન્ય કરતા વધારે તાપમાનની શકયતા છે માટે આવા સંજોગોમાં લુ લાગવાની શકયતાઓ વધુ રહે છે. શહેરનાં દરેક નાગરીકને લુ લાગવાનાં લક્ષણો જણાય તો સરકારી આરોગ્ય કેન્દ્ર તથા ફેમીલી ડોકટરનો તાત્કાલિક સારવાર લેવી અને લુથી બચવા માટે નીચે જણાવ્યા મુજબ પગલા લઈ શકાય.
* લુ લાગવાનાં લક્ષણો:-
– માથુ દુખવું, પગની પીડીઓમાં દુખાવો થવો
– શરીરનું તાપમાન વધી જવું
– ખુબ તરસ લાગવી
– શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
– ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા
– આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું
– સુધ-બુધ ગુમાવી દેવી
– અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી
* લુ લાગવાથી બચવાના ઉપાયો:-
– ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો
– ભીનાં કપડાથી માથુ ઢાંકી રાખો, વારંવાર ઠંડુ પાણી પીવું
– લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નાળીયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા
– ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચે આવે ત્યારબાદ જ નહાવું
– દિવસ દરમ્યાન ઝાડ નીચે ઠંડક અને છાંયામાં રહેવું
– નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશકત અને બિમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી
– બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક, બરફ ખાવાનું ટાળો, લગ્નપ્રસંગે દુધ, માવાની આઈટમ ખાવી નહીં
– ચા-કોફી અને દા‚નાં સેવનથી લુ લાગવાની શકયતા વધે છે તેથી તેનું સેવન ટાળવું. તાજા ફળોનાં રસનું સેવન કરવું
– અતિ ઉષ્ણતાંમાનવાળા સમયમાં વધુ પાણી પીવાવું ખુબ જ‚રી છે. બહાર નિકળતા સમયે પીવાનું પાણી સાથે રાખવું.