એર ઇન્ડિયાના ઓર્ડરમાં 400 થી વધુ નેરો-બોડી જેટ અને 100થી વધુ વાઇડ-બોડી એરક્રાફ્ટની ખરીદી કરવામાં આવશે

ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવેલા મર્જર બાદ એર ઈન્ડિયાએ પોતાના અત્યાર સુધીની સૌથી મોટી પ્લેનોની ખરીદી કરવાની ડિલની તૈયારીઓ કરી રહી છે. કંપની  500 નવા એરક્રાફ્ટ ખરીદવાને લઈને ટુંક સમયમાં જ ઓર્ડર આપી શકે છે તેમ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ટાટા તરફથી આ ઓર્ડર અમેરિકાની વિમાન બનાવતી કંપની બોઈંગ અને ફ્રાંસની એરબસને આપવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને હસ્તગત કર્યા બાદ આ સૌથી મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે.

કંપની દ્વારા આપવામાં આવનાર ઓર્ડરમાં 400 થી વધુ નેરો-બોડી જેટ અને 100થી વધુ વાઇડ-બોડી એરક્રાફ્ટની ખરીદી કરવામાં આવશે. જો કે ટાટા તરફથી બોઈંગને મળેલા ઓર્ડર અંગે બોઈંગ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ સાથે જ ટાટા ગ્રુપ તરફથી આ આદેશો અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એર ઈન્ડિયાની આ મહાડીલથી ભારતમાં એવિએશન ઈન્ડસ્ટ્રીને બુસ્ટર ડોઝ મળશે અને નવી તકો ઉભી થશે. અને પ્રાણ પણ ઉડયન પુરાશે. એર ઇન્ડિયા અબજો ડોલરની કિંમતના એરબસ અને બોઇંગ પાસેથી 500 જેટ ખરીદવાના ઐતિહાસિક સોદો કરવાની ખુબ નજીક છે.

એર ઈન્ડિયા દ્વારા લાઈનર માટે આ એક મોટો અને ઐતિહાસિક ઓર્ડર છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ડીલને આખરી ઓપ આપવાની તૈયારીમાં છે. સૂત્રના સમાચાર મુજબ, કંપની દ્વારા અબજો ડોલરની ડીલ કરવામાં આવી રહી છે.  ટાટા તરફથી આપવામાં આવનાર ઓર્ડરમાં એરબસ અ350, બોઇંગ 787 અને બોઇંગ 777 સહિત 400 નાના પ્લેન અને 100 મોટા પ્લેનનો સમાવેશ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.