રાજકોટ શહેરની મઘ્યમાંથી નીકળતી રેલવે લાઇન પાસે ઇલેકટ્રીક ટ્રેન માટેના પોલ નાખવાનું શરુ થઇ ગયું છે. ભકિતનગર સ્ટેશનથી શરુ કરીને હેમુ ગઢવીનું નાળુ, આમ્રપાલી ફાટક, એરપોર્ટ ફાટક જેવા સળંગ મુખ્ય સ્ટેશન સુધીના રેલવે ટ્રેકયર આ પોલનું કામ યુઘ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
‘અબતક’ ના કેમેરામાં હેમુ ગઢવી હોલ પાસેના નાળા ઉપરના રેલવે ટેક પર કામ કરતાં કર્મીઓ અને તેની સ્પેશિયલ બોગી ઉપર ટકેનીકલ માણસો કામ કરતા આબાદ ઝડપાયા હતા. ચાલુ રેલવે વ્યવહાર વચ્ચે જયારે જયારે ખાલી ટ્રેકનો સમય મળે ત્યારે આ ઇલેકટ્રીક ટ્રેન માટેની કામગીરી કરાય છે. તસ્વીરમાં કર્મીઓની કામ કરવાની વિશિષ્ટ સ્ટાઇલ પણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં રાજકોટની મઘ્યમાંથી પણ ઇલેકટ્રીક ટ્રેન પસાર થશે એ નકકી છે.