કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી ગુલબર્ગમાં તાપમાન માઈનસ ૭.૬ ડીગ્રીએ પહોંચ્યું: શીતલહેર હજુ ચાલુ રહેવાની હવામાન વિભાગની આગાહી
ગ્લોબલ વોર્મિંગના કારણે ચાલુ વર્ષે દેશમાં મોડેથી આવેલા ચોમાસાએ પાછોતરી જમાવટ બોલાવી હતી. જે બાદ, મોડેથી આવેલા શિયાળાની ઋતુએ છેલ્લા થોડા દિવસોથી કડકડતી ઠંડી પ્રસરાવી દીધી છે. હિમાલયમાં આવેલા રાજયોમાં થઈ રહેલી ઠંડીના કારણે ભારે હિમવર્ષા થઈ રહી છે. જેથી સમગ્ર ઉત્તર ભારત આ હિમપ્રપાતની ઝપેટમાં આવી જવા પામ્યું છે. જેથી ઉત્તર ભારતમાં ફેલાયેલી ભારે સીતલહેરના કારણે જનજીવન ઠુંગરાઈ જવા પામ્યું છે.
કાશ્મીરમાં પણ ગઈકાલથી ભારે હિમવર્ષા શરૂ થતા ખીણ વિસ્તારમાં તાપમાન માઈનસમાં પહોચી જવા પામ્યું છે.
હરિયાણા અને પંજાબમાં શિયાળો ભારે ઠંડી પ્રસરાવી રહ્યું છે જેથી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ગઈકાલે ૧૦ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કાશ્મીરના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપદિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા સાત ડિગ્રી નીચે ૧૪.૬ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ૭.૪ ડિગ્રી નોંધાયું હતું. સુત્રોએ જણાવ્યું હતું કે ગુરુવાર સુધીમાં તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. રાજસ્થાનના ચુરુમાં લઘુત્તમ તાપમાન ૯.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે જયપુરમાં ૯ ડીગ્રી સેલ્સિયસ હતું. હરિયાણાના નારનાલમાં તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી નીચે ૪.૫ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.
તાપમાન માઈનસમાં પહોંચી જવા પામ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંને રાજ્યોમાં અનેક જગ્યાએ સવારમાં ધુમ્મસના કારણે દૃશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. પંજાબમાં લુધિયાણામાં લઘુતમ તાપમાન ૮.૮ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે. અમૃતસરમાં લઘુત્તમ તાપમાન ૭ ઓ સે અને પટિયાલામાં ૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચંદીગઢમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા ૧૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શ્રીનગરમાં શનિવારે રાત્રે લઘુત્તમ તાપમાન ૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તરી કાશ્મીરમાં ગુલમર્ગમાં સૌથી ઓછું માઇનસ ૭.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ખીણનું સૌથી ઠંડુ સ્થાન બની ગયું છે. સુત્રોએ જણાવ્યું હતું ક, લદાખમાં શીત લહેર ચાલી રહી હતી અને લેહમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૯.૯ ડિગ્રી અને કારગિલ જિલ્લામાં ડ્રેસ માઈનસ ૨૧.૬ ડિગ્રી સેલ્સિયસ હતું જયારે જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન ૭.૭ ડિગ્રી નોંધાયું હતું.