- રાજ્યમાં પ્રથમવાર રાજકોટ જીલ્લામાં 22 ટીમોમાં 55 મેડિકલ ઓફિસરો સર્વેમાં જોડાયા , 946 બાળકોનું સ્ક્રીનિંગ કરાયું
- 16 મહિનાથી 30 મહિના સુધીના 35,000 જેટલા ભૂલકાઓનું સ્ક્રીનિંગ કરાશે ,લોકો સહકાર આપે : ડો.મિતેષ ભંડેરી
પ્રવર્તમાન સમયે આધુનિક જીવનશૈલીને પગલે બાળકોમાં ‘ માય નેમ ઇઝ ખાન ’ અને ‘બરફી’ ફિલ્મમાં જે રોગ દર્શાવવામાં આવ્યો તેવા ઓટિઝમ ડિસીઝનું પ્રમાણ વધી રહ્યું છે . હાલ દેશ – દુનિયામાં બાળકોમાં આ સમસ્યાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 16 મહિનાથી 30 મહિનાના કુલ 35,000 બાળકો માટે ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરનો સર્વે શરૂ કરાયો છે.અત્યાર સુધી 946 બાળકની તપાસમાં 11 શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર ચિંતા સાથે હરકતમાં આવી ગયું છે .
તંત્રએ ખાસ પ્રશ્નોત્તરી બેઝ સ્ક્રીનિંગ અને બાળકોના ઓબ્ઝર્વેશન થકી તપાસ હાથ ધરી છે . પ્રાથમિક સર્વેમાં રાજકોટ , જેતપુર , ગોંડલ અને ઉપલેટા પંથક સહિતના પંથકમાં 11 ભૂલકાંમાં ઓટિઝમના લક્ષણો હોવાનું બહાર આવતા તેઓને DEIC સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સમાજમાં બદલતી લાઈફ સ્ટાઇલથી આ રોગનું પ્રમાણ બાળકોમાં વધી રહ્યા નું ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે.
બાળકને સમયસર યોગ્ય સારવાર કરાવો, પરિણામ ચોકકસ મળશે: શીતલબેન મહેતા
ઓટીઝમ સ્પ્રેકટ્રમ ડિસઓર્ડરના બાળકના માતા શીતલબેન મહેતાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકમાં આ રોગના લક્ષણો જણાય તો તુરંત જ તેની સારવાર શરૂ કરી દેવી જોઇએ. આ રોગ થનાર બાળકમાં ઓપરેટીંગ સિસ્ટમ જેવું હોય છે કે જેમાં બાળકને અલગ રીતે શીખડાવવું પડે છે. બાળક ખૂબ જ હોશીયાર હોય છે. માત્ર જરૂર હોય છે બાળકને સમજવાની અને તેને યોગ્ય સારવાર આપવાની. સ્પીચ થેરાપી એકયુપેશનલ થેરાપી સહિતની સારવાર લક્ષણો મુજબ ડોકટરો આપતા હોય છે. મારા બાળકનું બે વર્ષે ડાયોગ્નોસિસ થયું હતું. હાલમાં તે નોર્મલ બાળક કરતા પણ વધુ સારી રીતે સુર અને તાલમાં ગીતો ગાય શકે છે. અને તેનામાં ખુબ જ ટેલેન્ટ રહેલુ છે.મારી અન્ય માતાપિતાને વિનંતિ છે કે તમે જરાપણ ચિંતા ન કરો અને ડોકટર્સની સલાહ પ્રમાણે સારવાર કરાવો, પરિણામ ચોકકસ મળશે.
કુલ 11 બાળકો ઓટીઝમનો શિકાર ?? સિવિલમાં હોસ્પિટલમાં રીફર કરાયા
રાજકોટ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લા આરોગ્ય વિભાગે ઘરે ઘરે જઇ નાના ભૂલકાંનું પ્રશ્ર્નોત્તરી બેઝ સ્ક્રીનિંગ કરવાનું શરૂ કર્યું છે . બે દિવસ પહેલા રાજકોટ , જેતપુર , ગોંડલ , ઉપલેટા પંથકમાં ચાર શંકાસ્પદ બાળક મળ્યા હતા. બાદમાં સ્ક્રિનીંગનો સર્વે આગળ વધારતા તા. 16 મી જૂન રાત્રી સુધીમાં વધુ આવા સાત શંકાસ્પદ બાળક મળી આવતા DEICસેન્ટરમાં મોકલી અપાયા છે . જિલ્લામાં ભૂલકાંઓ માટેના વિશેષ પ્રકારના સરવે માટે કુલ 55 તબીબ કે જેને આ બાળકોની ઓબ્ઝર્વેશન બેઝ તપાસ કરવાની કામગીરી માટે ખાસ તાલીમ અપાઇ હોય તેવા ડોક્ટર્સને અલગ અલગ 29 ટુકડી બનાવી કામે લગાડાયા છે
બાળકોમાં શું સમસ્યાઓ સર્જાય છે ???
રાજકોટ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરીના જણાવ્યા અનુસાર ઓટીઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરમાં બાળકોને વાતચીત કરવામાં તકલીફ પડવી , સામાજિક પ્રતિક્રિયામાં મુશ્કેલી પડવી , વર્તનમાં વિચિત્રતા દેખાવી , બાળકોને એકલા જ રહેવું ગમે , બીજાની લાગણી ન સમજી શકવી , એક જ વાતને વારંવાર દોહરાવી , આઇ કોન્ટેક્ટમાં તકલીફ પડવી , બોડી લેંગ્વેજ સમજવામાં અને રિલેશન ડેવલપ કરવામાં મુશ્કેલી પડવી જેવી સમસ્યાઓ સર્જાય છે.
ઓટિઝમ રોગ શું છે ?
ઓટિઝમ એક પ્રકારનો ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે . ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર એટલે કોમ્પ્લેક્સ જિનેટિક અને એન્વાયર્મેન્ટલ ફેક્ટર મળીને બ્રેઇન ડેવલપમેન્ટને ચેન્જ કરવા લાગે ત્યારે તેને મેડિકલની ભાષામાં ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર તરીકે ઓળખાઇ છે . સામાન્ય રીતે નાનપણમાં જ ખબર પડી જાય પણ ઘણી વખત એડલ્ટ ઉંમર સુધી સમસ્યા ખેંચાતી રહે તેવું પણ બની શકે . ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરને અજઉ તરીકે ઓળખવામાં આવે છે .આ રોગમાં બ્રેઇનના નોર્મલ ફંક્શનને ઇફેક્ટ થાય છે .
ઓટીઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર થવાના કારણો ક્યાં ??
ડો.મિતેષ ભંડેરીના જણાવ્યા અનુસાર ઓટિઝમ થવાનું કોઇ એક કારણ નથી ઘણા બધા કારણોથી ઓટિઝમની સમસ્યા બાળકોમાં થતી હોય છે . પરિવારમાં કોઇને ઓટિઝમ હોવું , જિનેટિક ન્યુટ્રિશન , જિનેટિક ડિસઓર્ડર , લો બર્થ વેટ , બાળકોના પેરેન્ટ્સની ઉંમર ખૂબ જ મોટી હોવી તેમજ રહેણીકરણી સહિતની અનેક બાબતોને ઓટિઝમ થવા પાછળ જવાબદાર ગણવામાં આવે છે .
જાણો…ઓટીઝમના પ્રકારો ક્યાં ક્યાં ??
- ભાષા હાનિ સાથે થનારું ઓટિઝમને ભાષા ક્ષતિ ઓટિઝમ
- બૌદ્ધિક હાનિ સાથે થનારું ઓટિઝમને બૌદ્ધિક ક્ષતિ ઓટિઝમ
- ન્યુરો ડેવલપમેન્ટ , મેન્ટલ અથવા કેટોનિયા બિહેવિયરને જોડતું સિન્ડ્રમ સાથે ઓટિઝમ
- નોન મેડિકલ અથવા જિનેટિક કન્ડિશનમાં થતું ઓટિઝમ
- એક જ વ્યક્તિમાં એકથી વધુ પ્રકારના ઓટિઝમના લક્ષણો હોય શકે