ઓસ્ટ્રેલિયા માટે ચાર્લ્સ મેકાર્ટની, ડોન બ્રેડમેન બાદ માર્નસ લબુચાને સતત ત્રણ સદી ફટકારવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો
ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી રમી રહેલા માર્નસ લબુચાએ સતત ત્રણ ટેસ્ટ સદી ફટકારી અનેક રેકોર્ડ સ્થાપિત કર્યા છે. તેને માત્ર ૧૮ ઈનીંગ્સમાં જ ટેસ્ટ કેરીયરમાં ૧૦૦૦ રન પુરા કર્યા છે. ઓસ્ટ્રેલિયા માટે સતત ૩ ટેસ્ટ સદી ફટકારનાર ચાર્લ્સ મેકાર્ટની, ડોન બ્રેડમેન બાદ માર્નસ લબુચાનું નામ આવ્યું છે. ચાલુ ન્યુઝીલેન્ડ ટેસ્ટ સીરીઝ માટે રમી રહેલા ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી માર્નસ હાલ ૨૦૨ બોલ રમી ૧૧૦ રન નોંધાવી નાબાદ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી ૧૦૦૦ ટેસ્ટ રન કરનાર બેટસમેનોની જો યાદી કરવામાં આવે તો ડોન બ્રેડમેને ૧૩ ઈનીંગમાં ૧૦૦૦ ટેસ્ટ રન પુરા કર્યા હતા જયારે ૧૪ ઈનીંગમાં ૧૦૦૦ રન પુરા કરનાર નીલ હાર્વી, ૧૭ ઈનીંગમાં ૧૦૦૦ રન કરનાર શીડ બાર્ન્સ તથા ૧૮ ઈનીંગમાં ૧૦૦૦ રન પુરા કરનાર હર્બી કોલીન્સ, ડગ વોલ્ટર્સ, માર્થ ટેલર, એડમ વોઝીસ અને માર્નસ લબુચાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં પર્થ ખાતે ૪ વિકેટે ૨૪૮ રન કર્યા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી. ઓપનર જો બર્ન્સ ૯ રને કોલીન ડી ગ્રાન્ડહોમની બોલિંગમાં આઉટ થયો હતો. તે પછી માર્નસ લબુચાનેએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત ત્રીજી મેચમાં સદી મારી હતી. તેણે આ પહેલા પાકિસ્તાન સામે બ્રિસ્બેન ખાતે ૧૮૫ અને એડિલેડ ખાતે ૧૬૨ રન કર્યા હતા. તે દિવસના અંતે ૧૧૦ અને ટ્રેવિસ હેડ ૨૦ રને અણનમ છે. ઓસ્ટ્રેલિયાના સુપરસ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર બંને ૪૩ રને આઉટ થયા હતા. વોર્નરને નીલ વેગનરે કોટ એન્ડ બોલ કર્યો હતો. જ્યારે સ્મિથ પણ વેગનરની બોલિંગમાં સાઉથીના હાથે લેગ ગલીમાં કેચ આઉટ થયો હતો. સ્મિથ સતત ત્રીજી ઇનિંગ્સમાં ફિફટી માર્યા વગર આઉટ થયો છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા ડેવિડ વોર્નર ૪૩ રન, બન્સ ૯ રન, સ્મિથ ૪૩ રન, મેથ્યુવેડ ૧૨ રન પર આઉટ થયો હતો. હાલ ન્યુઝીલેન્ડ તરફથી બોલીંગ કરનાર નેલ વેગનરને ૨ વિકેટ મળી હતી જયારે ટીમ સાઉદી અને કોલીન્ડી ગ્રાન્ડહોમને ૧-૧ વિકેટ મળી હતી. હાલ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ અત્યંત રોમાંચક તબકકામાં આવી ગઈ છે. ભલે આ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ જ હોય.