ઇકોનોમીક સ્ટ્રેટજીમાં ભારતના દસ રાજય અને દસ સેકટર્સને આવરી લેવામાં આવશે’
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વ્યાપારી સંબંધો વધવાના અણસાર દેેખાઇ રહ્યા છે. ઓસ્ટ્રેલીયાને ભારત સાથે વ્યાપારીક સંબંધો વધારવામાં રસ વઘ્યો છે. બન્ને દેશો વચ્ચેની ઇકોનોમી સ્ટે્રટજી વિશે વાત કરતા પીટર વર્ગીસે કહ્યું કે, ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન માકોલમ ટર્નબુલ આ અંગે એક વિદેશી પોલીસી તૈયાર કરી અને ઇકોનોમીક સ્ટ્રેટજીની જાહેરાત કરી છે આ પોલીસીને કારણે બંને દેશ વચ્ચેના સંબંધો વધુ મજબુત થશે.
જેમાં ૧૦ રાજયો અને ૧૦ જેટલા સેકટર્સને આવરી લેવામાં આવશે. રિપોર્ટ મુજબ આ સ્ટ્રેટજી પ્રમાણે ૨૦૩૫ સુધીમાં ઓસ્ટ્રેલીયાને ભારતીય વિકાસ દર સાથે જોડવામાં આવશે. અને બંને દેશની સ્ટ્રેટજીથી વ્યાપાર અને અર્થતંત્ર નવી ઉંચાઇ સર કરશે. આ સ્ટ્રેટેજી ચાર્ટ પ્રમાણે આવનાર સમયમાં ભારતનું અર્થતંત્ર તેમજ રાજકીય દ્રશ્ય સ્પષ્ટ થશે આ સ્ટ્રેટજીનો ભારતીય બજાર પર પણ સારો પ્રભાવ પડશે અને વધુને વધે ઉઘોગો ખુલશે. ઉલ્લેખનીય છે કે યુએસની જેમ ઓસ્ટ્રેલીયામાં પણ સાત લાખ થી પણ વધારે ભારતીય મૂળના લોકો રહે છે જે ઓસ્ટ્રેલીયાની પ્રજાની સરખામણીમાં ૩ ટકા છે. ભારતીયો ખુબ જ ઝડપથી વિકાસ કરી રહ્યા છે.
આ સ્ટ્રેટજી પ્રમાણે ઓસ્ટ્રેલીયા અને ભારત ૨૦૩૫ સુધી સાથે કામ કરશે ભારત ટોપ થ્રી માર્કેટમાં આવી જશે. ઓસ્ટ્રેલીયા ટ્રેડ મીનીસ્ટર સ્ટીવન કયુબાએ જણાવ્યું કે ભારતીય ઇકોનોમીક સ્ટ્રેટજી ખુબ જ મહત્વકાંક્ષી છે અને તેની આ સ્ટ્રેટજીથી જ તે સફળ છે. ભારતીય લોકો એકબીજાને સમજે છે અને એટલે જ તેમનું અર્થતંત્ર સફળ છે. રિપોર્ટ પ્રમાણે ૧૦ સેકટરમાં બંને દેશ વચ્ચે સામ્યતા સાધવામાં આવશે જેમાં શિક્ષણ એગ્રીકલ્ચર, રિસોર્સિસ અને ટુરીઝમ તેમજ ઉર્જા ક્ષેત્ર હેલ્થ સેકટર ઇકોનોમી સર્વિસ પાયાની સુવિધાઓ સ્પોર્ટસ સાયન્સ અને નવીનીકરણ પર ભાર મુકવામાં આવશે.